તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ચંગવાડાની મહિલાને રૂ.50 હજાર માંગી ઘરમાંથી તગેડી મૂકી

ચંગવાડાની મહિલાને રૂ.50 હજાર માંગી ઘરમાંથી તગેડી મૂકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદનાહાથીજણ ગામે રહેતાં સપનાબેનનાં લગ્ન વડગામ તાલુકાના ચંગવાડા ગામના રાકેશભાઇ પટેલ સાથે થયા હતા. પરંતુ લગ્ન જીવન બાદ પરિણીતાને છેલ્લા એક વર્ષથી પતિ રાકેશભાઇ શંકરભાઇ પટેલ, શંકરભાઇ ભગવાનભાઇ પટેલ, ફુલીબેન શંકરભાઇ પટેલ, રજનીકાન્ત શંકર ભાઇ પટેલ, વર્ષાબેન રજનીભાઇ પટેલ (ચંગવાડા) તેમજ બાબુભાઇ પટેલ, મોહનભાઇ ચેલાભાઇ પટેલ (ભરોડ) દ્વારા પિયરમાંથી રૂ.50 હજાર લઇ આવ તેમ કહી અવાર નવાર મારઝુડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. તેમજ પાંચ મહિના પહેલા 2 દીકરા સાથે ઘરમાંથી કાઢી મુકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સપનાબેને મંગળવારે છાપી પોલીસ સ્ટેશનમાં સાસરી પક્ષના 7 સભ્યો સામે ફરિયાદ નોંધાવતાં એએસઆઇ દિનેશદાન તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...