તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં ગાજવીજ, ભાભર પંથકમાં છાંટા પડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | બનાસકાંઠાજિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ત્યારે શનિવારે મોડી રાત્રે વાવાઝોડા સાથે પાલનપુર, વડગામ, દાંતા પંથકમાં વરસાદ પડ્યો હતો. જ્યારે બુધવારે ભાભર પંથકમાં સાંજે વાદળો ગોરંભાયા હતા અને અંદાજે સાંજે 5 થી 6 ના સમયગાળામાં ભાભર સહિત આજુબાજુના ગામોમાં વરસાદી અમીછાંટણા થયા હતા. જેથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી. ઉપરાંત શિહોરી, સૂઇગામ સહિતના બનાસકાંઠાના પશ્ચિમ વિસ્તારોમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના ચમકારા શરૂ થઇ ગયા હતા તેમજ સામાન્ય પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

શિહોરી, સૂઇગામ સહિત પશ્ચિમ વિસ્તારોમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો

અન્ય સમાચારો પણ છે...