પાલનપુરમાં ખાનગી કંપનીના ઓડિયો ગીતોનું મિક્સીંગ કરતા ત્રણ શખસ સામે ફરિયાદ
પાલનપુરમાં શનિવારે કોઝી ટાવર વિસ્તાર નજીકમાં ખાનગી કંપનીના ઓડીયો ગીતોનું લગ્નની તથા પ્રીવેડીંગની વિડીયો બનાવવામાં લાયન્સ વિના જ પોતાના કમ્પ્યૂટરમાં ઉપયોગ કરી મિક્સીંગ તથા એક્ટીંગ કરેલા વિડીયો ડેટા ગ્રાહકોને ઓર્ડર મુજબ બનાવી આપતા હતા. ત્યારે રાજુભાઇ કેશાભાઇ ભુતડીયા (ઉં.વ.30, રહે. શક્તિનગર, પટોસણ રોડ-ગઢ, તા. પાલનપુર) એ અશોકકુમાર અમૃતભાઇ પટેલ (ઉં.વ.27, રહે. વૃંદાવન સોસાયટી,ગણેશપુરા), પરેશબાઇ પોપટલાલ માળી (ઉં.વ.24, રહે. દાંતીવાડા), અમૃતભાઇ ગોકળભાઇ ગોવિંદા (ઉં.વ.20, રહે. ભાવીસણા) ને રૂ. 1,30,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી.