બટાકાના ઉઘરાણી ગયેલા પિતા પુત્રો ઉપર હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| દાંતીવાડાનાઓઢવા ગામે રહેતા સુરેશભાઇ હરજીભાઇ માળી, લવજીભાઇ હરજીભાઇ માળી અને હરજીભાઇ ચમનાજી માળી શુક્રવારે રાત્રે ધાનેરા તાલુકાના આલવાડા ગામે બટાકાની ઉઘરાણીના રૂપિયા 85000 લેવા ગયા હતા. જ્યાં સામાપક્ષના આઠ વ્યકિતઓએ ધારીયા તેમજ ગદડાપાટુનો મારમારી ત્રણેયને ઇજાઓ પહોચાડી હતી. જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંગે સુરેશભાઇ માળીએ જણાવ્યું હતુ કે, મહિલાઓ સહિત આઠ જેટલા લોકોના ટોળાએ અમારી ઉપર હૂમલો કર્યો હતો. તેમજ યુવતીઓનું અપહરણ કરવા માટે આવ્યા હોવાના ખોટા આક્ષેપો પણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...