તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • સોનવાડી, કાનપુરા અને ધનપુરામાં રોગ વકર્યો: પ્રાથમિક રિપોર્ટમાં ગળાના કાકડામાં ચેપ જણાયો, પાલનપુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનવાડી, કાનપુરા અને ધનપુરામાં રોગ વકર્યો: પ્રાથમિક રિપોર્ટમાં ગળાના કાકડામાં ચેપ જણાયો, પાલનપુર સિવિલમાં આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢના વધુ 3 ગામોમાં ભેદી તાવના 13 દર્દી મળ્યા

અમીરગઢપંથકમાંભેદી બિમારીનો ભરડો વધી રહ્યો છે. જ્યાં ખુણીયા, ઘોઘુ બાદ હવે સોનવાડી, કાનપુરા અને ધનપુરામાં બિમારીના લક્ષણો જણાયા હતા. પંથકના ગંભીર વધુ પાંચ બાળકોને સોમવારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેની સાથે કુલ 13 દર્દીઓનો આંકડો થયો છે.

અમીરગઢ તાલુકાના ઘોઘૂ અને ખુણીયા ગામે ભેદી બિમારીથી બાળકોના મોત નિપજ્યા છે. જ્યાં આરોગ્યતંત્ર દ્વારા સરવે હાથ ધરી અન્ય અસરગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે. દરમિયાન સોમવારે સોનવાડીના શિલ્પાબેન કેસનાભાઇ પીસરા (દોઢ વર્ષ) કાનપુરાના કમલેશભાઇ લાલાભાઇ ખરાડી, ખુણીયાના રાકેશભાઇ રત્નાભાઇ ડાભી (ઉં.વ.1), નેકરાના નોકાભાઇ અગરાભાઇ ડુંગાઇશા અને ઘોઘૂના સગુનાબેન અજાભાઇ ડાભીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમની સાથે અત્યાર સુધીમાં 13 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. જેમાં ચારને અમદાવાદ ખસેડાયા છે. અને આઠ દર્દીઓ સારવાર માટે દાખલ છે. અંગે સિવિલ સર્જન ડો. એસ.એન. પટેલે જણાવ્યું હતું કે, ‘દર્દીઓની સારવાર માટે 20 પથારીનો આઇસોલેશન વોર્ડ કાર્યરત કરાયો છે.

સોનવાડી અને કાનપુરા ગામે પણ ગંભીર બિમારીઓ દેખા દિધી છે. જ્યાં બે બાળકોને સોમવારે પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો