પાલનપુરમાં રિક્ષામાંથી ઉતરવાનું કહેતા મારીમારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાંરિક્ષામાંથી ઉતરવાનું કહેતા મારીમારી થતાં ફરિયાદ નોંધાઈ હતી. પાલનપુર-જગાણા રોડ ઉપર રહેતા ભેમજીભાઇ દુધાભાઇ મકવાણા ગુરૂવારે પોતાની રિક્ષા ગોબરી રોડ ઉપર પાર્ક કરી પાઉચ લેવા ગયા હતા.તે સમયે ભરતભાઇ મંગાભાઇ માજીરાણા,સનીભાઇ મફાભાઇ માજીરાણા, પંકજભાઇ મંગાભાઇ માજીરાણા,દલાભાઇ માજીરાણા તમામ રહે.ગોબરી રોડ પાલનપુર રિક્ષામાં બેશી ગયા હતા.જેથી ભેમજીભાઇએ રિક્ષામાંથી નીચે ઉતરીજવાનું કહેતા તમામ શખસો ઉશ્કેરાઇ ગયા હતા અને અપશબ્દો બોલી માર માર્યો હતો.

જેથી સંગ્રામસિંહ છોડાવવા પડતા તેમને લાકડીથી માર મારતા ભેમજીભાઇ મકવાણાએ પૂર્વ પોલીસ મથકે ચાર શખસો સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ અજીતદાન ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...