• Gujarati News
  • ધાનેરાના કોટડા પાસે જીપની અડફેટે બાળકીના પગ કચડાયા

ધાનેરાના કોટડા પાસે જીપની અડફેટે બાળકીના પગ કચડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા તાલુકાના કોટડા (ધા) ગામ પાસે ગુરુવારે સવારે ૧૦ વાગ્યાના સુમારે ધાનેરા-નેનાવા હાઇવે પર એક જીપચાલકે પૂરઝડપે ગફલતભરી રીતે જીપ હંકારતાં રસ્તા ઉપર જઇ રહેલ પિન્ટાબેન કરણાજી રાજપુત, ઉ.વ.૧૧ (રહે. શિયા) ને હડફેટે લેતાં તેના પગ કચડાઇ જવા પામ્યા હતા. તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ત્યાં પસાર થતાં લોકોએ ૧૦૮ને ફોન કરતાં ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.
જયાં ફરજ પરના ડો. શૈલેન્દ્રસિંહ પરમારે સારવાર હાથ ધરી હતી. પરંતુ હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે તેને પાલનપુર ખાતે રીફર કરવામાં આવી હતી.