• Gujarati News
  • પુરાણોના જ્ઞાનકોષ (એન્સાયકલોપિડીયા)નું નિર્માણ કરાશે

પુરાણોના જ્ઞાનકોષ (એન્સાયકલોપિડીયા)નું નિર્માણ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરએસએસ દ્વારા હાથ ધરાયેલો પુરાણાન્તર્ગત ઈતિહાસ પ્રોજેકટ
દાંતીવાડામાં આજથી દેશભરના ઇતિહાસકારોની ચિંતન શિબિર

આરએસએસ દ્વારા હાથ ધરાયેલા પુરાણાન્તર્ગત ઈતિહાસ નામના પ્રોજેકટમાં પુરાણો પર આધારિત ભારતીય ઈતિહાસ લખાવાનો છે ત્યારે આ પ્રોજેકટ સાથે જોડાયેલી સંસ્થા અખિલ ભારતીય ઇતિહાસ સંકલન યોજનાની રાષ્ટ્રીય ચિંતન શિબિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે શુક્રવારથી રવિવાર સુધી યોજાશે. જેમાં દેશભરમાંથી ૭૦ જેટલા વિદ્વાન ઈતિહાસકારો ઉપસ્થિત રહીને ઈતિહાસને લગતા વિવિધ વિષયો પર ચર્ચા કરશે.
સમગ્ર દેશમાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ઇતિહાસ અંગેનું સંશોધન અને સાચો ઇતિહાસ ઉજાગર થાય તે દિશામાં આરએસએસ દ્વારા હાથ ધરાયેલા આ ઈતિહાસ લેખનમાં દેશના ૬૭૦ જિલ્લા અને ૬૦૦ જનજાતિઓના ઈતિહાસનો પણ સમાવેશ કરાશે. દર વર્ષે દેશના અલગ-અલગ રાજયોમાં ચિંતન શિબિર યોજાય છે એ મુજબ શુક્રવારથી રવિવાર સુધી ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા દાંતીવાડા સરદાર કષિ નગર ખાતે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઇતિહાસનું સમ્યકલેખન કેવી રીતે કરી શકાય તે અંગે વિદ્વાનો વિશદ્ ચર્ચાઓ કરશે. આરએસએસ દ્વારા દાંતીવાડા ખાતે ઉપસ્થિત રહેનાર મહાનુભાવો માટેની વ્યવસ્થા કરાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતના છે ત્યારે દાંતીવાડામાં યોજાઇ રહેલી ને રાજકીય રીતે પણ વિશ્લેષકો મૂલવી રાા છે. જેમાં ઇતિહાસના સમ્યકલેખનને વધુ પ્રોત્સાહન મળશે તેવી ધારણા પણ રખાઇ રહી છે. આ ચિંતન શિબિરમાં સંસ્થાના સેક્રેટરી ડો.શરદ હેબલકર, ડો.શિવાજી સિંહ, ડો.સતિષ મિત્તલ ઉપસ્થિત રહેશે.
પુરાણોને સંકલિત કરી ઈતિહાસ લખાશે
ભારતીય ઈતિહાસનો મુખ્ય સ્ત્રોત પુરાણ છે ત્યારે સંસ્થાનો ઉદ્દેશ તમામ પુરાણઅને સંકલિત કરીને તેના આધારે ઈતિહાસ લખવાનો છે. જે પુરાણો વિવિધ વિશ્વ વિધાલયો, પુસ્તકાલયો તેમજ દેશ-વિદેશમાં કેટલાક વ્યકિતગત સંગ્રહકર્તાઓ પાસે છે જે મેળવવાનો પ્રયાસ સંસ્થા દ્વારા થઈ રાો છે.
શિબિરમાં કયા વિષયો પર ચિંતન કરાશે
આ ચિંતન શિબિરમાં મુખ્યત્ત્વે ત્રણ વિષયો ઉપર ખાસ ચર્ચા થશે જેમાં હિસ્ટ્રોગ્રાફી, પુરાણોમાં ઇતિહાસ અને જનજાતિઓના ઇતિહાસનો સમાવેશ થાય છે.
પુરાણોમાં લખેલો ભારતીય ઈતિહાસ સૌથી પ્રાચીન સ્ત્રોત છે. જેમાં બ્રહ્માંડના નિર્માણથી લઈને તમામ જરૂરી બાબતોનું વર્ણન કરાયેલું છે. મોટાભાગના પુરાણ સંસ્કતમાં છે