• Gujarati News
  • મોડાસામાં શંકાસ્પદ સ્વાઇન ફલુનો કેસ નોંધાતાં ફફડાટ

મોડાસામાં શંકાસ્પદ સ્વાઇન ફલુનો કેસ નોંધાતાં ફફડાટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરાયેલા દર્દીને સઘન સારવાર માટે અમદાવાદ ખસેડાયો
સ્થાનિક આરોગ્ય વિભાગે ઉચચક ાાએ જાણ કરી ટીમ કામે લગાડી
ભાસ્કર ન્યુઝ.મોડાસા
મોડાસાની માલપુર રોડ ઉપરની એક સોસાયટીમાં રહેતા ૪૮ વર્ષીય વ્યકિતને શંકાસ્પદ સ્વાઇન ફલુના લ ાણો જણાતાં ખાનગી હોસ્પીટલમાં સારવાર બાદ અમદાવાદ શીફટ કરાયા હતા.
નગરના માલપુર રોડ ઉપરની એક ભરચક સોસાયટીમાં પરીવાર સાથે રહેતા પવનભાઇ(નામ બદલ્યુ છે) ને છેલ્લા ૩-૪ દિવસથી શરદી અને શ્વાસની તકલીફ જણાતાં આ વ્યકિતનેમોડાસાના એમ.ડી.જમીલભાઇ ખાનજીની હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. આ દર્દીના બંને ફેફસામાં વધુ માત્રામાં ન્યુમોનીયા પ્રસરતાં કામ કરતા બંધ થયા હતાહોવાનું અને પ્રાથમિક દ્દષ્ટિએ શંકાસ્પદ સ્વાઇન ફલુના લ ાણો જણાતાં મંગળવાર ને બપોરે ૧૧-૩૦ કલાકે એડમીટ કરેલ આ દર્દીને ૧૨-૩૦ કલાકે તાત્કાલીક વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. જયારે ખાનગી હોસ્પીટલના તબીબ ડાર્.ખાનજીએ શંકાસ્પદ સ્વાઇન ફલુના લ ાણ ઘરાવતા દર્દી અંગે સ્થાનિક આરોગ્ય વિભાગને જાણ કરી હતી.
મોડાસામાં શંકાસ્પદ સ્વાઇન ફલુના કેસ નોંધાતાં આરોગ્ય વિભાગે આ કેસની જાણ ઉચચક ાાએ કરી હતી.જયારે અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવા અને આ પ્રકારના લ ાણો અન્ય કોઇ રહીશમાં છે કે કેમ તે અંગે તપાસ કરવા ટીમ કામે લગાડી હતી.