• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • જમીન સર્વેમાં ગેરકાયદેસર પ્રવેશી તોડફોડ: 7 વિરૂદ્વ પગલાં ભરવા માંગ

જમીન સર્વેમાં ગેરકાયદેસર પ્રવેશી તોડફોડ: 7 વિરૂદ્વ પગલાં ભરવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા બાયપાસ માર્ગના રાણાસૈયદ નજીકનો બનાવ

જરજમીન અને જોરૂ ત્રણે કજીયાના છોરું ઉકિતને સાર્થક કરતી ઘટના મોડાસાના બાયપાસ માર્ગ ઉપર થવા પામી હતી. બળજબરીએ જમીન ઉપર કબ્જો જમાવવા લાકડીઓ સાથે ઘૂસી તોડફોડ મચાવનાર 7 ઇસમો વિરૂદ્વ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવાતાં ચકચાર મચી હતી

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદી ઐયુબભાઇ ઇસ્માઇલભાઇ શેખનાઓ દ્વારા પોલીસ ઇન્સ્પેકટરને કરાયેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓની માલીકીની જમીન સર્વે નં.209 બાયપાસ માર્ગની રાણાસૈયદ ચોકડી પાસે આવેલ છે. જમીનમાં ગત મંગળવારના રોજ રાત્રે 12-0 કલાક સુમારે મુસ્તાકભાઇ શેખ અને તેમના અન્ય સાગરીતો ટ્રેકટર સાથે જમીનમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવ્યા હતા અને પતરાવાળી ઓરડી, ફેન્સીંગવાડને ટ્રેકટરની ટકકરથી તોડી નાખી તેમજ કબ્જા ભોગવટાની ઓરડી જમીન દોસ્ત કરી નાખી હતી. ઐયુબભાઇ શેખને ઘટનાની જાણ થતાં પુત્ર રફિકશેખ અને શબ્બીર શેખ સાથે ખેતરમાં પહોંચ્યા હતા અને તોડફોડ કરી રહેલા મુસ્તાકભાઇ શેખ અને તેમના સાગરીતોને રોકવા જતાં ઇસમોએ લાકડીઓથી માર મારી ગમે તે ભોગે જમીનનો કબ્જો લઇને રહીશું એમ જણાવી અરજદારને ભગાડી મૂકવાનો કારસો રચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...