• Gujarati News
  • મોડાસામાં માલપુર રોડ પર રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતાં રહીશો ત્રસ્ત

મોડાસામાં માલપુર રોડ પર રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતાં રહીશો ત્રસ્ત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંગણવીલામાં પાણીનો યોગ્ય નિકાલ નહીં કરાતાં લોકો રોષે ભરાયા

છેલ્લાચાર દિવસથી મોડાસા સહિત પંથકમાં સર્જયેલી અષાઢી હેલીથી નગરમાં આડેધડ બાંધકામો પાણી નિકાલના માર્ગમાં અડચણ રૂપ બની રહયા છે. નગરના માલપુર રોડ ઉપરની એક રહેણાંક સોસાયટીમાં પાણી નિકાલના યોગ્ય અભાવે અન્ય સોસાયટીઓમાં પાણી ફરી વળતાં રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો.

ચિત્રકુટ, માનવપાર્ક સહિતની જુદીજુદી સોસાયટીઓની નજીક બંધાઇ રહેલ આંગણવીલામાં ભરાયેલ પાણી દિવાલ તોડી ફરી વળ્યા હતા. સંખ્યાંબધ મકાનોમાં,ખુલ્લા પ્લોટોમાં ઉભરાયેલા ભારે પાણીથી ત્રસ્ત બનેલા ચિત્રકુટના રહીશ બાબુભાઇ પટેલ, રાજુભાઇ શર્મા, ભરતભાઇ ઉપાધ્યાય, કનુભાઇ ડામોર, માનવપાર્કના કમલેશભાઇ પ્રજાપતિ,અશ્વિનભાઇ મહેતા અને દિપકભાઇ ભટ્ટ સહિતના જણાવ્યા મુજબ આંગણવીલા રેસીડેન્સીમાં થઇ રહેલા અણધડ બાંધકામથી અને તે રેસીડેન્સીમાં થી પાણીના યોગ્ય નિકાલના અભાવે કાચા બાંધકામની દિવાલ તૂટી પડતાં પાણી ચિત્રકુટ,માનવપાર્ક સહિતના વિસ્તારમાં ઉભરાઇ આવ્યા હતા. મકાનોના દટણમાંથી પાણી ઉભરાતાં રહીશોને પારાવાર મુશ્કેલીઓ સર્જાઇ હતી. બનાવને પગલે સ્થળ ઉપર રોષ સાથે એકઠા થયેલા રહીશોએ આડેધડ થતાં બાંધકામ સામે તપાસ કરવા અને ખુલ્લા પ્લોટના માલીકો સામે કાર્યવાહી કરવામાંગ કરી હતી.

મોડાસાના આંગણવીલામાં પાણી નિકાલના અભાવે ભરાયેલ પાણી ચિત્રકુટ, માનવપાર્ક સહિતના વિસ્તારોમાં ફરી વળતાં રહીશોમાં રોષ ફેલાયો હતો. } રાકેશ પટેલ