• Gujarati News
  • પોશીના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદથી વ્યાપક નુકસાન

પોશીના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદથી વ્યાપક નુકસાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોશીનાવિસ્તારમાં સોમવારે સાંજથી ભારે પવન સાથે વરસાદ ચાલુ થયો હતો. જે મંગળવારે ચાલુ રહ્યો હતો. જેમાં ભારે પવનથી અસંખ્ય વીજપોલો ધરાશયી થઇ જતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. જેથી વિસ્તારમાં અંધારપટ છવાઇ ગયો છે. ટેલીફોન સેવાઓ પણ બંધ થઇ ગઇ છે. પોશીના મામાપીપલા માર્ગ પર ઝાડ પડી જવાથી વાહન વ્યવહાર પણ બંધ થઇ ગયો હતો. વરસાદને કારણે પોશીનાની પનારી અને સેઇ નદીમાં પણ પુર આવ્યુ હતું. જેના કારણે પોશીના વિસ્તારમાં મંગળવારે સ્વયંભૂ કરફયુ જેવો માહોલ સર્જાયો હતો. બીજી તરફ ભારે પવન અને વરસાદથી લોકોએ સવારથી ઘરમાં પુરાઇ રહેવામાં મુનાસીબ માન્યુ હતું.પોશીના ગામમાં રાવળવાસમાં રાવત જયંતિભાઇનું કાચુ મકાન ધરાશયી થઇ ગયુ છે. સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.

લાંબડીયામાં તળાવ વિસ્તારની નવી વસાહતમાં આવેલા ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા હતા. શિક્ષક કવાર્ટસ પણ પાણીમાં ડૂબી ગયા હતા. લાંબડીયાથી પોશીના અને કોટડા જતા રોડ પર અસંખ્યા વૃક્ષો પડી જતા વિસ્તારનો સંપર્ક તૂટી ગયો હતો. સાબરમતી નદીમાં પુર આવતા લોકો જોવા ઉમટયા હતા. ટેલીફોન સેવા અને વીજ પુરવઠો ખોરવાઇ જતા અસંખ્ય લોકોને અંધારામાં રાત પસાર કરવાની ફરજ પડી હતી.

મોડાસા તાલુકાના મોટીઇસરોલ ગામે સતત ત્રણ દિવસની વરસાદે હેલીમાં ગામના પૃથ્વીસિંહ ગુલાબસિંહ સોલંકી ના ત્રણ પશુઓનું મોત નીપજયું હતું. } રાજેશ પટેલ

પોશીના પંથકમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા તથા પનારી અને સેઇ નદીમાં પુર આવ્યુ હતું. } વિક્રમસિંહ ચૌહાણ

લાંબડીયા પંથકમાં અનેક ઠેકાણે ઝાડ પડી ગયા હતા તથા સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ થતા નદીમાં પૂર આવ્યુ હતું. } ફારૂક મેમણ