તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • સરડોઇ વનવિસ્તારમાં આગ લાગતાં વનસૃષ્ટિને નુકસાન

સરડોઇ વનવિસ્તારમાં આગ લાગતાં વનસૃષ્ટિને નુકસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાતાલુકાના સરડોઇ વન વિસ્તારમાં ધૂળિયા ટીંબા વિસ્તારમાં આગ ફાટી નીકળતા વનસૃષ્ટિને વ્યાપક નુકસાન થયું હતું. અડધા હેકટરમાં લાગેલી આગના ભયંકર રૂપથી તળેટી વિસ્તારના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તળેટીમાં રહેતા શમુબેન કાન્તિજી પરમારનું મકાન આગની લપેટમાં આવે તે પહેલાં ગામલોકોની સમય સૂચકતાથી નુકસાનથી બચી ગયું હતું. વન વિભાગના રોજમદાર ભમ્મરસિંહ પુવારે સ્થાનિક રહીશોના સહકારથી આગને કાબુમાં લેવા પ્રયત્ન કર્યો હતો. મોડાસા આરએફઓ મકવાણાના જણાવ્યા મુજબ આગ અંગે જાણ થતાં બીટગાર્ડ સહિતની ટીમ મોકલી અપાઇ હતી અને આગ ઉપર કાબુ મેળવાયો હતો. જંગલમાં મધ ઉતારતા લોકો દ્વારા આગ લગાવાઇ હોવાનું પ્રથમ દ્વષ્ટિએ જણાય છે, વધુ તપાસ હાથ ધરી છે. }અજય નાયક

અન્ય સમાચારો પણ છે...