તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસા આવી પહોંચેલા સાયકલ યાત્રિકનું સ્વાગત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનેભ્રષ્ટાચાર મુક્ત કરવાની ઝુંબેશમાં જોડાયેલા અને ઉત્તર પ્રદેશના ખલીલાબાદ થી સાયકલ પ્રવાસે નીકળેલ સાયકલ સવાર મોડાસા ખાતે આવી પહોંચતા યુવકનું શાનદાર સ્વાગત કરાયું હતું. ઉત્તર પ્રદેશના સંતકબીર જીલ્લાના ખલીલાબાદના રહેવાસીસુદર્શન પ્રસાદ વિશ્વકર્મા દેશ ને ભ્રષ્ટાચાર મુક્ત કરવા જનજાગૃતી જગાવવાનું બીડું ઝડપ્યુ અને દિવસે શરૂ કરી સાયકલ યાત્રા.

યુવકે પોતાની સાયકલ ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવી ઉત્તર પ્રદેશ થી શરૂ કરેલ જનજાગૃતિ યાત્રા દરમ્યાન આઠ રાજયોનો 36439 કી.મી. સાયકલ પ્રવાસ પુર્ણ કરી મોડાસા આવી પહોંચયો હતો. સાયકલ યાત્રીક સુદર્શન પ્રસાદે જીલ્લા કલેકટર કચેરી પહોંચી પોતાની સાથે રખાયેલા ગૃહ મંત્રાલયના પત્ર ઉપર સહિ મેળવી હતી. એક લાખ કીમી ના પ્રવાસ લક્ષ્યાંક સાથે દેશયાત્રા નીકળેલા યુવકનું મોડાસાના સરસ્વતી બાલમંદિર પરિવાર દ્વારા સ્વાગત કરાયું હતું. સંસ્થાના પ્રમુખ નીલેષભાઇ જોષી સહિત મંડળના ટ્રસ્ટીઓએ યુવકની દેશભક્તિ અને તેની ઝુંબેશને વધાવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...