તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ન્યુઝ | મોડાસા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | મોડાસા

શિક્ષણમાંગુણવત્તાનાં ધોરણોના મુલ્યાંકન હેતુ યુ.જી.સી. દ્વારા દેશભરની કોલેજોનું મુલ્યાંકન નેકપિયર ટીમ દ્વારા થતું હોય છે. મોડાસાની સર પી.ટી.સાયન્સ કોલેજમાં ત્રણ દિવસ નેક પિયર ટીમ મુલાકાત લીધેલ હતી. નેકપીયર ટીમના પ્રો.ર્ડા.પ્રવિણચંદ્ર ત્રિવેદી,ર્ડા. રાજનાથ યાદવ અને સંકલન મેમ્બર પ્રો.વી.એસ.કર્કી સાયન્સ કોલેજની મુલાકાત લઇ મ.લા.ગાંધી ઉ.કે.મંડળની ભૂમિકાને બીરદાવી હતી.

સર પી.ટી.સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ર્ડા.વેદિયાના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ દરમ્યાન નેક પિયર ટીમે કોલેજના વિદ્યાર્થીઓને મળતી ભૌતિક સુવિધાઓ શૈક્ષણિકસુવિધાઓ અને કોલેજની સંશોધન સજ્જતાનું નિરીક્ષણ કર્યું હતું. નેક પિયર ટીમની મુલાકાતના અંતિમ દિવસે કોલેજ સ્ટાફ સાથે EXIT મીટીંગમાં કેળવણી મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી અને પ્રભારી મંત્રી સુરેન્દ્રભાઇશાહ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો