તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહાડપુરમાં પક્ષી ચણના બે હજાર પેકેટનું વિતરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી નિવૃત્તિ બાદ બ્રહ્માકુમારી સંસ્થાના પૂર્ણકાલીન સ્વયં સેવક પહાડપુરના પુંજીબેન (પુષ્પાબા) નાથાભાઇ પટેલનું ઠઘ વર્ષની વયે ગત અઠવાડિયે અવસાન થયું હતું. પુષ્પાબાના સંકલ્પ મુજબ તેમનો મૃતદેહ મેડીકલ કોલેજને દાન કરાયો હતો. જેમના આત્માની શાંતિ અર્થે યોજાયેલી પ્રાર્થનાસભામાં ઉપસ્થિત લોકોને પક્ષીઓના ચણના બે હજાર પેકેટ અપાયાં હતાં તેમ મોડાસાની ધનલક્ષ્મી હોસ્પિટલના ર્ડા.કૃપેશ પટેલે જણાવ્યું હતું. હિન્દુ ધર્મની પરંપરા મુજબ મોટી ઉંમરની વ્યક્તિના મૃત્યુ પાછળ પરિવારજનો દ્વારા સાકર થેલી, લાડુ પ્રસાદ વહેંચાતો હોય છે. પરંતુ પૂ.બાના સંકલ્પ મુજબ પક્ષીઓના ચણના બે હજાર પેકેટ વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...