તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસામાં વ્યાજમુક્ત નાણાંકીય લેવડ દેવડ માટે સોસાયટી સ્થપાઇ

મોડાસામાં વ્યાજમુક્ત નાણાંકીય લેવડ-દેવડ માટે સોસાયટી સ્થપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વભરમાંઇસ્લામિક કોન્સેપ્ટ મુજબ વ્યાજરહિત લેવડ-દેવડ ની વ્યવસ્થા ઉભી કરવાનો ખ્યાલ મોડાસાના કેટલાક સમાજ સેવીઓને આવ્યો અને ગરીબ તેમજ આર્થિક રીતે પછાત એવા લોકોને વ્યાજ રહિત ધિરાણ આપી પગભર કરવાનો સંકલ્પ અબુબકરભાઇ શેઠ, મંજુરહુસેન દાદુ અને મુસ્તફાભાઇ કાંકરોલીયા (બીએસએનએલ)સહીતના શુભચિંતકોએ કર્યો અને સંકલ્પ સ્વરૂપે શરૂ કરાઇ સહુલત ઇન્ટરેસ્ટ ફ્રી કો.ઓ.સોસાયટી મોડાસાના ઇકરા રેફરન્સ લાઇબ્રેરી મખદુમ હાઇસ્કુલ પાસે સભા યોજી 100 સભાસદોના શેરભંડોળ અને વ્યાજ વગરની ડીપોઝીટ મેળવી રૂપિયા 16 લાખના ભંડોળથી શરૂ કરાયેલ સોસાયટીના પ્રમુખ પદે અબુકબર શેઠની વરણી કરાઇ અને ઇસ્લામિક કોન્સેપ્ટ મુજબ સૌ પ્રથમવાર નેક આશયથી સ્થપાયેલ સંસ્થાનો પ્રારંભ કરાયો.

મુસ્તુફાભાઇ કાંકરોલીયાના જણાવ્યા મુજબ આર્થિક રીતે નબળા લોકો વ્યાજ ના ડુંગર રૂપી રાક્ષસથી છુટકારો મેળવી સામાજિક તેમજ રોજગારલક્ષી કામો કરી પગભર થઇ શકે તેવા ઉદ્દેશથી શરૂ કરાયેલ સોસાયટી દ્વારા વ્યાજ વગર ડીપોઝીટો મેળવી વ્યાજ વગર ધિરાણ કરાશે. આમ વ્યાજ મુક્ત નાણાંકીય લેવડ દેવડ યોજનાને આવકાર મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...