તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસામાં યુવકે હાથની નસ કાપી નાખતાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાનાલઘુમતી વિસ્તારની અંજુમન સોસાયટીમાં રહેતાં 25 વર્ષિય આશીફ બાંડીએ હાથના કાંડાની નસ કાપી નાખતાં મોત નીપજયું હતું. જયારે અગમ્ય કારણોસર મોતને વહાલું કરનાર યુવકના મોત અંગે તરહ-તરહની ચર્ચાઓ ઉઠી હતી.

મોડાસા નગરના ડીપી રોડ વિસ્તારમાં આવેલી લધુમતી વિસ્તારની અંજુમન સોસાયટીમાં આશીફ સઇદભાઇ બાંડી નામનો યુવાન તેની માતા યાસ્મીનબેન સાથે રહેતો હતો. યાસ્મીનબેનની દિકરીને ડીલીવરી કેસમાં હોસ્પીટલમાં દાખલ કરાયેલ હોઇ શનીવારની રાત્રીએ તેઓ હોસ્પીટલમાં રોકાયા હતા. સવારે ઘરે આવી જોયું ત્યારે તેઓનો દીકરો આશીફ લોહી નીતરતી હાલતમાં પથારીમાં પડયો હતો.પોલીસને જાણ કરાતાં ટાઉન પોલીસ ઇનસ્પેકટર શૈલેષે મોદીની સુચનાથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ડાબા હાથની નસ તીક્ષ્ણ હથીયારથી કાપી નાખતાં યુવક આશીફ બાંડીનું મોત નીપજયું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...