તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • સરડોઇના ગૃહસ્થી દ્વારા શ્રાધ્ધ પક્ષની અનોખી ઉજવણી કરાઇ

સરડોઇના ગૃહસ્થી દ્વારા શ્રાધ્ધ પક્ષની અનોખી ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાતાલુકાના સરડોઇ ગામના ગૃહસ્થી દ્વારા શ્રાધ્ધપક્ષમાં છેલ્લા 15 વર્ષ થી માતૃ-પિતૃ તર્પણ નિમિત્તે જીલ્લાની જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને દૂધ-પૂરી-શાકનું જમણ આપવામાં આવે છે.

મોડાસા તાલુકાના સરડોઇ ગામના ઇશ્વરચંદ્ર પુરૂષોત્તમ ભાવસાર પોતાના સદ્દગત માતા-પિતા ચંચળબેન પુરૂષોત્તમ ભાવસાર અને પૂર્વજોની તૃપ્તિ માટે જીલ્લાની જુદીજુદી શાળાઓમાં વિદ્યાર્થીઓને દૂધ-પૂરી શાકનું જમણ આપે છે. ઓણ સાલ મોડાસા,ધનસુરા, મેઘરજ તાલુકાની પંદર જેટલી શાળાના વિદ્યાર્થીઓને શ્રાધ્ધા પક્ષમાં જમણ આપી અનોખી રીતે શ્રાધ્ધ પક્ષની ઉજવણી કરી પિતૃઓનું તર્પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...