Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બ્રહ્મભટ્ટ યુવા નિર્માણ સેના દ્વારા આવેદનપત્ર અપાયું
બનાસકાંઠાજીલ્લાના શણગાલ (વાવ-થરાદ) ગામે સમાજ સેવક વર્ધાજી બારોટની ઘાતકી હત્યા કરાઇ હતી. હત્યાથી હચમચી ઉઠેલા જીલ્લા બ્રહ્મભટ્ટ યુવા નિર્માણ સેનાના કાર્યકરોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી હત્યારાઓને ઝડપી લેવા માંગ ઉઠાવી હતી.
વાવ-થરાદ તાલુકાના શણગાલ ગામના વતની અને પંથકના અગ્રણી જાણીતા સમાજ સેવક વર્ધાજી બારોટની ધોળે દહાડે કૂર અને ઘાતકી હત્યા કરાઇ હતી. હત્યાથી ઘેરા પ્રત્યાઘાતો સર્જાયા હતા અને સમગ્ર રાજયના બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો. જીલ્લા બ્રહ્મભટ્ટ યુવા નિમાર્ણ સેના ના કન્વીનર પંકજ બારોટ, આકાશ બ્રહ્મભટ્ટ સુનિલ બારોટ, મિનેષ બારોટ,ભરત બારોટ,કેતન બારોટ અને અવિ બારોટ સહિતના યુવાનોએ ગત સોમવારના રોજ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં હત્યારાઓને પુરા પડાઇ રહેલ પીઠબળનો આક્ષેપ કરી પોલીસ તપાસમાં ઉભા કરાતાં અંતરાય સામે વિરોધ નોંધાવાયો હતો.