તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • અરવલ્લીના આશ્રમો અને મંદિરોમાં ગુરૂ વંદના માટે શિષ્યો ભક્તોની ભીડ જામી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લીના આશ્રમો અને મંદિરોમાં ગુરૂ વંદના માટે શિષ્યો-ભક્તોની ભીડ જામી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | મોડાસા,સરડોઇ, મોટીઇસરોલ

અષાઢીપુનમે જીલ્લામાં ગુરૂપૂર્ણિમા પર્વ શ્રધ્ધા-ઉમંગભેર ઉજવાયું હતું. ગુરૂ પ્રત્યેનું ઋણ અદા કરવાના પાવન અવસરે પંથકના ગુરૂઆશ્રમો, ગુરૂ નિવાસ સ્થાનો માં શિષ્યો ઉમટી પડયા હતા અને ગુરૂવંદના કરી ધન્ય બન્યા હતા. જીલ્લાભરમાં પવિત્ર પર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરાઇ હતી.

મોડાસાના પ્રસિધ્ધ દેવરાજ ધામ મંદિરે ઉમટેલા ભક્તોએ અલખધણી ના અને સંતશ્રી દેવાયત્ત પંડિતની સમાધીના દર્શન કરી મંદિરના મહંત પૂ. ધનેશ્વરગીરી મહારાજને ગુરૂવંદના કરી હતી. પંથકના કેશરપુર સ્થિત આશારામ આશ્રમે મોટી સંખ્યામાં ઉપસ્થિત સેવકોએ પવિત્ર વડના દર્શન કરી યોજાયેલ સત્સંગ સભાનો લાભ લીધો હતો. ગુરૂપૂર્ણિમા પર્વે આશ્રમના બાબુલાલ, કિરણસિંહ, નરેશભાઇ અને પ્રવિણસિંહ સહિત્ના સેવકો દ્વારા યોજાયેલ મહાપ્રસાદનો 3500થી વધુ સેવકોએ લાભ લીધો હતો. આશ્રમ દ્વારા ગરીબ વર્ગના પરીવારોને જરૂરી રેશન સામ્રગી પુરી પડાઇ હતી. મોડાસા તાલુકાના સરડોઇ ગામે આવેલ ગાયત્રી આશ્રમમાં પૂ. પદ્યયુમન ગોર મહારાજ, ગુરૂદત્ત આશ્રમના વિશ્વબંધુ જયશંકર બાબા, કુભેરા મંદિરના મહંત ધર્મેન્દ્રગીરી મહારાજ અને શાલમપુર ખાતેના તારા આશ્રમના સંત મોહનરામબાપુ ના દર્શન કરી શિષ્યો ધન્યતા અનુભવી હતી. જયારે ભાટકોટના પંચ વડેશ્વર મંદિર ખાતે પૂ.રામબલીદાસ મહંત ,મોટી ઇસરોલ ગામે પૂ.હિરાદાદા, નાનીઇસરોલ ગામે શનાજી બાવજીના સત્સંગ સમારોહમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો