તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માં - અમૃતમ કાર્ડના નાણાં વસુલાતા હોવાની ફરીયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાનામાલવણ - કેશાપુર ગામે માં - અમૃતમ કાર્ડ પેટે રૂપિયા 300 લેખે ઉઘરાણું કરાતી હોવાની વ્યાપક ફરીયાદને પગલે જીલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ હતું અને કસૂરવાર કર્મીઅો સામે જરૂરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.

મોડાસા નગરમાંથી નકલી મા કાર્ડ કાઢી આપવાના ચકચારી કૌભાંડ બાદ રાજ્ય સરકાર તરફથી વિના મૂલ્યે આપવામાં આવતા માં - અમૃતમ અને માં - વાત્સલ્ય કાર્ડ પેટે કાર્ડ દીઠ 300 રૂપિયા યોજનાના ઓપરેટર ઉઘરાવતા હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી હતી. જિલ્લાના તમામ કાર્ડ પાત્ર જરૂરતમંદોને ઘેર બેઠા માં - કાર્ડ પુરા પાડવા જિલ્લા આરોગ્ય વિભાગ અને જીએસએફસીના એનકોડ કંપની દ્વારા મોબાઇલ વાન સેવા શરૂ કરાઇ હતી. પરંતુ મોડાસા તાલુકાના કેશાપુર - માલવણ ગામે ગત રવિવારે ..અનુસંધાન8 પર

માં - અમૃતમ કાર્ડના

નીતીનભાઇટાકાટૂંકા દ્વારા ગ્રામજનો પાસેથી મા- કાર્ડ પેટે રૂપિયા 300 કાર્ડ દીઠ ઉઘરાવ્યા હોવાની ફરિયાદ મળી હતી. જિલ્લા આરોગ્ય વિભાગે મળેલી ફરીયાદ ના આધારે તપાસ હાથ ધરી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અમરનાથ વર્માના જણાવ્યા મુજબ મોબાઇલ વાનના ઓપરેટર નીતીનકુમાર દ્વારા માં - કાર્ડ પેટે નાંણા વસુલતા હોવાની ફરીયાદ બાદ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ઓપરેટરે વ્યક્તિઓ પાસેથી રૂપિયા 300નું ઉઘરાણું કર્યુું હોવાનુ જણાઇ આવતા ઓપરેટર સામે જરૂરી કાર્યવાહી કરવા એનકોડ કંપનીને જાણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો