તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • મોડાસા ખાતે સરપંચ સંમેલનનો સરપંચો દ્વારા બહિષ્કાર કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસા ખાતે સરપંચ સંમેલનનો સરપંચો દ્વારા બહિષ્કાર કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજયસરકારની વિવિધ યોજનાઓની માહીતી પુરી પાડવા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મોડાસા ખાતે સરપંચ સંમેલન યોજાયું હતું. પરંતુ માત્ર અરવલ્લી જીલ્લાના સરપંચોની સત્તા ઉપર કાપ મુક્તા જીલ્લા તંત્રના નિર્ણયથી ઉઠેલા અસંતોષ વચ્ચે સંમેલનનો સરપંચો દ્વારા બહિષ્કાર કરાતાં તંત્ર ચોંકી ઉઠયું હતું.

ગુજરાત સરકારની જુદીજુદી યોજનાઓ જેવી કે મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાથી સરપંચોને માર્ગદર્શીત કરવા જીલ્લા વિકાસ એજન્સી દ્વારા મોડાસાના ટાઉન હોલ ખાતે સરપંચ સંમેલન યોજાયું હતું. પરંતુ તાજેતરમાં જીલ્લા વઆહીવટી તંત્ર દ્વારા માત્ર અરવલ્લી જીલ્લાના સરપંચોની સત્તા ઉપર કાપ મૂકવાના નિર્ણયથી ફેલાયેલ અસંતોષ સંમેલનમાં ભભૂકી ઉઠયો હતો. સરપંચ સંમેલનમાં ઉપસ્થિત ગ્રામ વિકાસ કમિશ્નર, જીલ્લા પ્રાયોજન અધિકારીની હાજરી વચ્ચે ત્રણેય તાલુકાના સરપંચો અને એશોશીયેશનના ..અનુસંધાન8 પર

મોડાસા ખાતે સરપંચ

હોદ્દેદારોએચાલુ કાર્યક્રમે ઉભા થઇ સરકારના ભેદભાવ ભર્યા નિર્ણયનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

રાજય કમિશ્નરને આવેદનપત્ર આપી સંમેલનનો બહિષ્કાર કરનાર તમામ સરપંચો સભાગૃહ છોડી ચાલ્યા ગયા હતા અને બહાર આવી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સરપંચ સંમેલનનો જીલ્લાના સરપંચો દ્વારા બહિષ્કાર કરાતાં સંમેલનમાં માત્ર અધિકારીઓ રહેતા સંમેલનનો ફિયાસ્કો થયો હતો.

આયોજન મંડળ બેઠકના ઠરાવથી વિરોધ ઉઠયો (બોકસ)

સંમેલન છોડી બહાર દેખાવો યોજી રહેલા અગ્રણી સરપંચોના જણાવ્યા મુજબ તત્કાલીન મુખ્યમંત્રીએ સરપંચોને રૂપિયા અઢી લાખના વિકાસ કામો હાથ ધરવાની સત્તા આપી હતી. સમયે મર્યાદા વધારી પાંચ લાખની કરાઇ હતી. અને હાલ રાજયના તમામ જીલ્લાઓમાં અમલી છે. પરંતુ ગત તા.2-7-2016ના રોજ યોજાયેલ અરવલ્લી જીલ્લા આયોજન મંડળની બેઠકમાં સત્તા ઉપર કાપ મૂકી ગામના વિકાસ કામો સિંચાઇ વિભાગ દ્વારા હાથ ધરવાનો અને એજન્સીઓ દ્વારા પુરા કરાવવાના નિર્ણયથી સરપંચોમાં રોષ ફેલાયો હતો. માત્ર અરવલ્લી જીલ્લામાં અમલી બનાવાયેલ નિર્ણય થી સરપંચો છંછેડાયા હતા.

સરકારના તમામ કાર્યક્રમોનો વિરોધ થશે : સરપંચ એશો.

ગ્રામવિકાસ યોજીત સરપંચ સંમેલનનો બહિષ્કાર કરી જીલ્લાના સરપંચો દ્વારા અયોગ્ય નિર્ણયનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરાયો હતો. સરપંચ એશોશીયેશનના જયદત્તસિંહ પુવાર(સરડોઇ), દિનેશભાઇ પરમાર (બાકરોલ), મોતીભાઇ પટેલ (ઇસરી), જગતસિંહ ઠાકોર(શણગાલ) સહિતના તમામ હોદ્દેદારો આગામી સમયમાં યોજાનાર તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવાનો અને જરૂર પડે ઉગ્ર આંદોલન કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

સરપંચોએ સ્થળ છોડી ચાલતી પકડી હતી

સંમેલનનમાં વિરોધ નોંધાવી સરપંચો સ્થળ છોડી નીકળતા જતાં છેવટે સંમેલનમાં માત્ર અધિકારીઓ રહયા હતા.તસ્વીર-રાકેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો