• Gujarati News
  • અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીમાં શોટર્ સર્કિટથી આગ ભભૂકી

અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીમાં શોટર્ સર્કિટથી આગ ભભૂકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાયરફાઇટરની મદદથી આગ પર કાબુ મેળવાયો : સદનસીબે જાનહાનિ ટળી
ભાસ્કર ન્યુઝ.મોડાસા
અરવલ્લીના મોડાસા ખાતે આવેલ કલેકટર કચેરીમાં ગુરૂવારની બપોરે અચાનક આગ ભભૂકી ઉઠતાં અફડાતફડી મચી હતી. બનાવને પગલે દોડી આવેલ મોડાસા નગરપાલીકાના ફાયર ફાઇટરની મદદથી આગ ઉપર કાબુ મેેળવાતા સદનસીબે જાનહાની ટળી હતી.
અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે મામલતદાર કચેરીના બિલ્ડીંગમાં શરૂ કરાયેલી કલેકટર કચેરીમાં ગુરૂવારની બપોરે શોટર્ સક્રaટ થી ફાયર થતાં આગ ભભૂકી ઉઠી હતી. કચેરીના કામકાજના દિવસે કર્મચારીઓ, અધિકારીઓ અને કામ સરૂ આવેલા અરજદારોથી કચેરી ધમધમી રહી હતી. અને જીલ્લા કલેકટર બી.જે.ભટ્ટ પોતાની ચેમ્બરમાં જરૂરી કામકાજ કરી રહયા હતા. ત્યારે અચાનક વીજ વાયરોમાં શોટર્ સક્રaટ થતાં કચેરીમાં આગ ભભૂકી ઉઠી હતી. અને ધુમાડાના ગોટેગોટાથી ભયનું વાતાવરણ સર્જાયુ હતું.
કલેકટર કચેરીમાં આગ લાગી હોવાના સમાચાર વાયુવેગે નગરમાં પ્રસરતાં લોકોના ટોળેટોળા કલેકટર કચેરીએ ઉમટી પડયા હતા. ત્યારે ફાયર ફાઇટરની ટીમે મહામુસીબતે આગ ઉપર કાબુ મેળવતાં રાહત પ્રસરી હતી.
કચેરીમાં ફાયર સીસ્ટમનો અભાવ અને હલકુ વાયરીંગ આગનું કારણ બન્યું
જીલ્લા કલેકટર કચેરીમાં કેટલાક કારણોસર ફાયર સેફટીનો અભાવ આજે ઉડીને આંખે વળગ્યો હતો. જીલ્લાની મહત્વની કચેરીમાં કયાં કારણોસર જરૂરી ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાઇ ન હતી. એ પ્રજાજનોને સમજાતું ન હતું. જયારે આ કચેરીમાં કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલું વીજ વાયરીંગ હલકી ક ાાનું હોવાની ચર્ચા ઉઠી હતી.
અરવલ્લી જીલ્લા કલેકટર કચેરીમાં આગ ભભૂકી ઉઠી હતી. : રાકેશ પટેલ