• Gujarati News
  • મોડાસામાં રખડતી ગાયે મહિલાને શીંગડે ચઢાવી પટકી

મોડાસામાં રખડતી ગાયે મહિલાને શીંગડે ચઢાવી પટકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગરપાલિકાના નબળા વહીવટથી નગરજનોમાં અસંતોષ
ભાસ્કર ન્યુઝ.મોડાસા
બુધવારે સાંજે વિધાકુંજ સોસાયટીમાં રખડતી ગાયે આજ સોસાયટીના રહીશ અને બીએસએનએલના ઇજનેર હસમુખલાલ મોચીના પિ‚ ધર્મિષ્ઠાબેન હસમુખલાલ મોચીને શીંગડાં ભરાવી નીચે પટકી દઇ ગંભીર ઇજાઓ પહોંચાડતાં આ મહીલાને શ્રીનાથ હોસ્પીટલમાં એડમીટ કરવા પડયા હતા. જયાં તેઓને માથાના ભાગે મોટી ઇજાથી ટાંકા લેવા પડયા હતા. જયારે હાથે ફ્રેકચર થતાં અને પગે ઇજા થતાં ઓપરેશનની નોબત આવી પડી હતી. શહેરમાં રખડતી ગાયોથી વૃઘ્ધો, મહીલાઓ અને બાળકો હેરાન પરેશાન થયા છે જેથી સત્વરે નગરપાલિકા દ્વારા ગાયો પકડવાની ઝુંબેશ હાથ ધરાઇ તેવી માંગ લોકોમાં ઉઠી હતી.
મહિલાને સારવાર અપાઇ. તસ્વીર : રાકેશ પટેલ