તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • રાજકીય આગ્રણીઓને ચૂંટણી પ્રક્રિયાના નીતિ નિયમો અંગે જાણકારી અપાઇ

રાજકીય આગ્રણીઓને ચૂંટણી પ્રક્રિયાના નીતિ - નિયમો અંગે જાણકારી અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લીજિલ્લાની મોડાસા, બાયડ અને ભિલોડા બેઠક પર ચૂંટણી સમીક્ષા માટે તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત થતાં પ્રશ્નોના નિરાકરણ તેમજ ચૂંટણીલક્ષી નીતિ નિયમોની જાણકારી માટે બુધવારે જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટર શાલિની અગ્રવાલના અધ્યપણા હેઠળ બેઠક મળી હતી. જેમાં ભારતીય પક્ષમાંથી શામળભાઇ પટેલ, લોકજન શક્તિ પાર્ટીમાંથી હરેશભાઇ રાવલ, કોંગ્રેસ પક્ષમાંથી રેવાભાઇ ચમાર અને આમ-આદમી પાર્ટીમાંથી ઉસ્માનભાઇ લાલા ઉપસ્થિત રહ્યા હતા.

1913ની બેચના આઇ.પી.એસ. સોનાલી મિશ્રાને પોલીસ ઓબ્ઝર્વર તરીકે અરવલ્લી જિલ્લામાં મુકવામાં આવ્યા છે. બીએસએફમાં (આઇજી) કાશ્મીરમાં ફરજ બજાવતાં મિશ્રાને ચૂ઼ંટણી પ્રક્રિયા દરમિયાન કોઇપણ ફરિયાદ કરવા માટે મો.નં.9512050094 ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું .

ભિલોડા વિધાનસભા બેઠક ઉપર જનરલ ઓબ્ઝર્વર તરીકે વર્ષ-2004 ના આઇ.એ.એસ. સહદેવદાસને ત્રિપુરાથી ચૂંટણીપંચ દ્વારા મુકાયા છે. કોઇપણ કામગીરી માટે મો.નં. 9512050053નો સપર્ક કરવા નાયબ ચૂંટણી અધિકારી પી.સી. દવે દ્વારા જણાવાયું છે.

ત્રણેય વિધાનસભા બેઠક ઉપર જનરલ ઓબ્ઝર્વર તરીકે 2005ની બેચના આઇ.પી.એસ. અધિકારી ડો. જગીદીશ કે.જી.ને કર્ણાટકથી ચૂંટણીપંચ દ્વારા મુકવામાં આવ્યા છે અને ચૂંટણીલક્ષી કામકાજ તેમજ ફરિયાદ માટે મો.નં.9512050083 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

અસક્ષમ મતદારો માટે 200 વ્હીલચેરની વ્યવસ્થા

અપંગ,પ્રજ્ઞાચક્ષુ અને અસક્ષમ મતદારો માટે 200 વ્હીલચેરની વ્યવસ્થા કરાઇ છે અને અસક્ષમ મતદારને મતદાન મથક સુધી લઇ જવા માટે સાથી મિત્ર તરીકે એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓની નિમણૂંક કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...