• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • અરવલ્લીમાં વરસાદી વાતાવરણના કારણે મગફળીના ખરીદ કેન્દ્રો બંધ

અરવલ્લીમાં વરસાદી વાતાવરણના કારણે મગફળીના ખરીદ કેન્દ્રો બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લીજિલ્લામાં અચાનક કમોસમી માવઠાથી સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનું બંધ કર્યું છે અને જ્યાં સુધી વાતાવરણમાં બદલાવ નહિ આવે ત્યાં સુધી મગફળીની ખરીદી ખરીદ કેન્દ્રો ઉપર નહી કરવામાં આવે તેવું માર્કેટયાર્ડના નોટીસ બોર્ડ દ્વારા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે.

અરવલ્લી જિલ્લામાં વિપુલ પ્રમાણમાં થયું હતું પરંતુ પાકમાં જીવાત પડવાના કારણે અને પાછોતરા વરસાદના કારણે મગફળીના પાકના ઉત્પાદન ઉપર માઠી અસર પડી હતી. જેમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવતાં કમોસમ વરસાદ પડતાં મગફળીના પાકને સાચવવો ખુદ ખરીદ કેન્દ્રોના સત્તાવાળાઓ માટે મુશ્કેલ થઇ ગયું છે.

વરસાદી માહોલમાં મગફળીનો પાક ખરીદી કરવો જોખમકારક હોવાથી હાલ પૂરતું બંધ કરી હોવાનું જિલ્લા ખરીદ-વેચાણ સંઘ દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...