તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસાની સગીરા સાથે હોટેલમાં છેડછાડ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે યુવકો વિરુદ્ધ અપહરણ, શારીરિક છેડછાડ અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધાયો

મોડાસાનામધુફળી વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવી ઉદેપુર ઉઠાવી ગયેલા યુવકે હોટલના બંધ કમરામાં શારીરિક છેડછાડ કરી હોવા અંગે યુવક અને તેના મિત્ર વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોડાસાના મધુફળી વિસ્તારની 16 વર્ષિય સગીરા ગત મંગળવારે તેના મિત્ર અબરાર સિધવા સાથે બહારગામ જવા ઇચ્છતી હોઇ તેના થેલા લઇ મોડાસાના બસ સ્ટેન્ડે ગઇ હતી. તે સમયે મુનિશ મલેક નામના યુવકે સગીરાને અબરાર આગળ ઉભો છે તું મારી સાથે ચાલ તેમ કહી તેણીને રાજસ્થાનના ઉદેપુરની ડીમ્પલ હોટલમાં લઇ ગયો હતો. જ્યાં મિત્ર અબરારની રાહ જોતી સગીરાને હોટલમાં રૂમ લઇ જઇ મુનિશે શારિરીક અડપલાં કરતાં તે ગભરાઇ ગઇ હતી અને હોટલવાળાને હકીકત જણાવતાં તેના મિત્ર અબરારને ફોન કર્યો હતો. પરંતુ જેના ભરોસે સગીરા છેક ઉદેપુર સુધી પહોંચી હતી તે યુવક સ્થળ ઉપર નહીં ફરકતાં સગીરાને તેની સાથે કાવતરું થયું હોવાનું જણાઇ આવતાં ફફડી ઉઠી હતી. બાદમાં પરિવારજનોને વાત કરતાં તેઓ તેણીને ઉદેપુરથી મોડાસા લઇ આવ્યા હતા. મોડાસા ટાઉન પોલીસે શારિરીક અડપલાં કરનારા મુનીશ કાદરભાઇ મલેક (રહે. ભાવસાર વાડા પાછળ, ચોરમા) અને અબરાર ઇદરીશભાઇ સિંધવા (રહે.ગોરીઓના ચોક, મોડાસા) વિરુદ્ધ અપહરણ, શારીરિક છેડછાડ અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...