• Gujarati News
  • દહેજ ભૂખ્યા સાસરિયાંઓએ પરિણીતાને જીવતી સળગાવી

દહેજ ભૂખ્યા સાસરિયાંઓએ પરિણીતાને જીવતી સળગાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરિણીતાને સળગાવી દેવાના આરોપમાં પાંચ સાસરિયાં સામે ફરિયાદ
મોડાસાના સર્વોદયનગર વિસ્તારની ચકચારી ઘટના : સાસુ-સસરાએ પકડી રાખી પતિ અને દિયરોએ કેરોસીન છાંટી દિવાસળી ચાંપી
ગંભીર રીતે દાઝેલી મહિલાને સારવાર માટે અમદાવાદ ખસેડાઇ : પતિ સહિત પાંચ સાસરિયાંઓ સામે ખૂનની કોશિશ સહિતની કલમ
ભાસ્કર ન્યુઝ.મોડાસા
મોડાસાના સર્વોદયનગર વિસ્તારમાં રહેતી પરણીતાને તેના પતિ સહિતના સાસરીયાઓએ ભેગા મળી કેરોસીન છાંટી જીવતી સળગાવી દેવાનો પ્રયત્ન કરતાં દાઝી ગયેલી આ મહીલાને ઇમરજન્સી સેવા ૧૦૮ દ્વારા તાબડતોડ સારવાર અર્થે સાર્વજનિક હોસ્પીટલમાં દાખલ કરાઇ હતી.
અમદાવાદના કુબેરનગર(છારાનગર) વિસ્તારમાં રહેતી પ્રિયંકા છારાને માંડ એક વર્ષ અગાઉ મોડાસાના સર્વોદયનગર વિસ્તારમાં રહેતા લખાભાઇ છારાના પુત્ર સુનીલ સાથે પરણાવવામાં આવી હતી. પરણીને આવ્યાના માંડ પંદર જ દિવસમાં સાસરીયાઓ પોત પ્રકાશ્યું હતું અને આ યુવતી પાસે વારંવાર દહેજની માંગ કરી માનસીક અને શારીરિક ત્રાસ આપવાનો શરૂ કર્યોહતો. દહેજ ભૂખ્યા આ સાસરીયાઓએ ગત મંગળવારે ભેગા મળી પ્રિયંકાને ધેરી લઇ સાસુ-સસરાએ પકડી રાખી પતિ અને તેના દિયરોએ શરીર ઉપર કેરોસીન છાંટી દિવાસળી ચાંપતાં પ્રિયંકા સખ્ખત રીતે દાઝી ગઇ હતી.
મોડાસા ઇમરજન્સી ૧૦૮ ની સેવાના ઇએમટી પ્રમોદભાઇ અને પાયલોટ હરીન્દ્રસિંહે તાબડતોડ આ મહીલાને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પીટલમાં દાખલ કરી હતી. જયાંથી આ પરણીતાને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાઇ હતી. સાસરીયાઓના ત્રાસનો ભોગ બનેલ પ્રિયંકા છારા (ઉ.વ.૨૦)એ મોડાસા ટાઉન પોલીસ ટાઉન પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરીયાદ બાદ ટાઉન ઇન્સ્પેકટર કે.જે.ચૌધરીએ પતિ સુનીલ છારા, સસરા લખાભાઇ છારા, સાસુ ગીતાબેન અને બે દિયર જીiોશ અને અનીલ સામે ઇન્ડીયન પીનલ કોડ ૩૦૭,૪૯૮(ક),૩૨૩,૫૦૪,૧૧૪ અને દહેજ ધારાની કલમ ૩(૭) હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
૧.સુનીલ લખાભાઇ છારા (પતિ)
૨.લખાભાઇ છારા (સસરા)
૩.ગીતાબેન લખાભાઇ છારા(સાસુ)
૪.જીiોશ લખાભાઇ છારા (દિયર)
૫.અજય લખાભાઇ છારા (દિયર)
તમામ રહે. સર્વોદયનગર (મોડાસા).