ભાસ્કર ન્યૂઝ | મોડાસા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | મોડાસા

અરવલ્લીમાંફરજ બજાવતાં અન્ય જિલ્લાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા હોવાથી તેઓ મતદાન કરી શકે તે માટે ચૂંટણી વિભાગે જિલ્લા બહારના 3642 કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવા તજવીજ હાથ ધરી છે. જ્યારે જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા 4425 કર્મીઓએ ત્રણ દિવસમાં બેલેટ પેપરથી મતદાન કર્યું હોવાનું નાયબ ચૂંટણી અધિકરી પી.સી.દવેએ જણાવ્યું હતું.

અરવલ્લીમાં જુદાજુદા વિભાગમાં અધિકારી તરીકે અને કર્મીઓને ચૂંટણીકામગીર માટે ચૂંટણી વિભાગે ઓર્ડર કર્યા છે. જેમાં જિલ્લાના ભિલોડા, બાયડ અને મોડાસા વિધાનસભા-2017ની સામાન્ય ચૂંટણીમાં ફરજ ઉપર મૂકવામાં આવેલા 3642 કર્મીઓ અને અધિકારીઓ જિલ્લા બહારના હોવાથી તેઓ ચૂંટણી અગાઉ મતદાન કરી શકે તે માટે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ઉપરોક્ત કર્મીઓ એક જગ્યાએ મતદાન કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરી છે. કર્મીઓ ચૂંટણી પંચી પોસ્ટલ બેલેટ પેપરની વ્યવસ્થા ઉભી કરી છે. કર્મીઓ બેલેટ પેપરથી મતદાન કરી શકે તે માટે એક જગ્યાએથી મતદાન કરાવવા માટે તંત્રએ તજવીજ હાથ ધરી છે.

જિલ્લાની ભિલોડા, મોડાસા અને બાયડ વિધાનસભા બેઠકના ચૂંટણી બુત ઉપર ફરજ બજાવતાં કર્મીઓ માટે ત્રણ દિવસીય તાલીમી શિબિર સાથે બેલેટ પેપરથી મતદાન મોડાસા ભિલોડા અને બાયડ ખાતે વિધાનસભા બેઠક રાખવામાં આવેલા મતદાનમાં 4425 કર્મીઓએ મતદાન કર્યું હોવાનું ચૂંટણી વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું.

અરવલ્લીમાં 4425 કર્મીએ બેલેટ પેપરથી મતદાન કર્યુ

અન્ય સમાચારો પણ છે...