• Gujarati News
  • મોડાસામાં જનરલ સ્ટોર્સનું તાળું તોડી ~ 22 હજારની રોકડ ચોરાઇ

મોડાસામાં જનરલ સ્ટોર્સનું તાળું તોડી ~ 22 હજારની રોકડ ચોરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાનામાલપુર રોડ પર આવેલા સત્કાર જનરલ સ્ટોર્સનાં તાળાં તોડી તસ્કરો રૂ.22 હજાર રોકડ ચોરી ગયા હતા. જેને પગલે વિસ્તારના વેપારીઓ અને રહીશોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

મોડાસાના માલપુર રોડ પર મોતીસાગર સોસાયટી નજીક રેસીડેન્સીયલ કમ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આવેલા સત્કાર જનરલ સ્ટોર્સનાં શટરનાં બે તાળાં તોડી તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતા. તસ્કરો કાઉન્ટરના ડ્રોઅરમાંથી રૂ.22 હજાર ચોરી ભાગી ગયા હતા. દુકાન માલિક અેવા રિટાયર્ડ નાયબ મામલતદાર શૈલેષભાઇ સોની શુક્રવારે વહેલી સવારે વોકીંગમાં નીકળ્યા ત્યારે દુકાનનું શટર અર્ધુ ઉંચકાયેલું જોતાં ચોંકી ગયા હતા અને તપાસ કરતાં દુકાનમાં ચોરી થઇ હોવાનું જણાઇ આવતાં મોડાસા ટાઉન પોલીસને જાણ કરી હતી.

તસ્કરો કાઉન્ટરના ડ્રોઅરમાંથી રોકડ ચોરી ગયા હતા. /રાકેશ પટેલ