કુડોલમાં દિવાલ પડતા બે મજુર દટાયા
ખાળ કૂવો ખોદવાની કામગીરી ચાલતી હતી : સારવાર માટે ખસેડાયા
મોડાસા : મોડાસાતાલુકાના કુડોલ ગામે આવેલ એક મકાન નજીક ખાળ કૂવો ખોદવાનું કામ મજૂરો દ્વારા કરવામાં આવી રહયું હતું. દિલીપ ભેમાવત અને ધુળજી પરમાર નામના બે મજૂરો ખાળ કૂવામાં ઉતરી ખોદકામ કરી રહયા હતા ખાળકૂવા ઉપરની માટીની દીવાલ ઘસી પડતા બંને મજૂરો દટાઇ ગયા હતા. આસપાસના લોકોએ ઘટનાની જાણ થતાં દોડી આવેલા લોકોએ ઘવાયેલા બંને ઇસમોને108 દ્વારા મોડાસાની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.
ર્ડા.ચેતન શાહના જણાવ્યા મુજબ એક મજૂરને થાપાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ફ્રેકચર થયું છે.
દિવાલ ઘસી પડતા ખાળકુવામાં કામ કરી રહેલા બે મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા.(તસ્વીર-રાકેશ પટેલ)