• Gujarati News
  • મોડાસાનો દાદા દાદીનો વિસામો વડીલો અને વૃદ્ધજનોનું હંગામી ઘર

મોડાસાનો દાદા-દાદીનો વિસામો વડીલો અને વૃદ્ધજનોનું હંગામી ઘર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અહીં રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે માનસિક શાંતિ પણ અનુભવે છે

માનવજીવનનોઆખરી તબક્કો ઘડપણ દુષ્કર ના બને તે માટે માનવી જીવનભર મથામણ કરે છે. લાડી, વાડી અને ગાડી મળ્યા પછી પણ વૃધ્ધાવસ્થાના દિવસો પસાર કરવા કપરા બની રહે છે. આવી સ્થિતિ નિવારવા અને સિનિયર સિટીઝનોને સર્જનાત્મક, રચનાત્મક પ્રવૃત્તિઓમાં પરોવી માનસિક રીતે સ્વસ્થ રાખવા છેલ્લા 14 વર્ષથી મોડાસામાં દાદા-દાદીનો વિસામો સેવારત છે. જેમાં જોડાયેલા ...અનુસંધાનપાન-8

200થીવધુ વડીલો અહીં ઘર જેવું વાતાવરણ અનુભવી રહ્યા છે.

વર્ષ-2001માં મોડાસા નાગરિક સહકારી બેક લી. દાદા-દાદીનો વિસામો અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયો હતો. 4 હજારથી વધુ પુસ્તકો ધરાવતી લાયબ્રેરી, ટીવી, આધુનિક મ્યુઝિક સિસ્ટમ અને ચેસ, કેરમ,ચાઇનીશ ચોકર જેવી ઇન્ડોર ગેમથી સજ્જ વિસામામાં રોજબરોજ 40થી 50 સિનિયર સિટીઝન આવે છે અને ઘર જેવા માહોલમાં પ્રવૃત્તિમય સમય ગાળે છે.

સિનિયર સિટીજનો શું કહે છે

ખરેખર વિસામામાં આવતા સૌ વડીલો વચ્ચે કુટુંબ જેવું વાતાવરણ સર્જાય છે. જુદાજુદા ક્ષેત્ર, સમાજમાંથી આવતા સજ્જનો વચ્ચે સમય કયાં વીતે છે જેની ખબર પડતી નથી. -વસંતભાઇ આર.પંડયા

ચાર વાગે એટલે સીધા વાડી (વિસામો)એ જવાનું મન થઇ જાય છે. પગ તે તરફ મંડાઇ જાય છે. -કિરીટભાઇ શાહ

છેલ્લા 10 વર્ષથી નિયમિત વિસામામાં આવું છું. ટ્રસ્ટની પ્રવૃત્તિ સૌ વડીલજનો માટે આશીર્વાદરૂપ છે. -રમેશભાઇ ઉપાધ્યાય (રિટાયર્ડ શિક્ષક)

નિવૃત્તિની ઉંમરમાં સમય કયાં કાઢવો પ્રશ્ન હતો અને વિસામો મદદે આવ્યો. છેલ્લા આઠ વર્ષથી નિયમિત આવું છું. ઘર જેવું વાતાવરણ મળી રહે છે. -મંગળદાસ કડિયા (રિટાયર્ડ કર્મચારી)

દાદા-દાદીનોવિસામો કે જયાં સિનિયર સિટીજનો સમાચારપત્રના વાંચન સાથે કેરમ સહિતની ઇન્ડોર ગેમની પણ મજા માણે છે. /રાકેશ પટેલ