• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસાના ગાજણની સીમમાંથી ટ્રકમાંથી તસ્કરો રૂ.16 લાખના પાર્સલ ઉઠાવી ગયા

મોડાસાના ગાજણની સીમમાંથી ટ્રકમાંથી તસ્કરો રૂ.16 લાખના પાર્સલ ઉઠાવી ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાના ગાજણ ગામની સીમમાંથી પાર્કિંગ કરેલી ટ્રકમાંથી તસ્કર ટોળકી રૂ.16 લાખ ઉપરની કિંમતના 61 પાર્સલની તસ્કરી કરી પલાયન થઇ જતાં મોડાસાના રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

ટ્રક ઇર્શાદ મહંમદ ભટ્ટ મુંબઇના ભીવંડીથી પરચુરણ સામાનના 498 કાર્ટુન ભરીને પંજાબ જવા રવાના થયો હતો. તે દરમિયાન ચાલક બુધવારની રાત્રિના સમયે મોડાસાના ગાજણ ગામની સીમમાં ટ્રકની બેટરી ખરાબ થઇ જતાં ત્યાં આગળ ટ્રક પાર્ક કરીને સૂઇ ગયો હતો. તે દરમિયાન કોઇ તસ્કર ટોળકી ટ્રકમાંથી તાડપત્રી કાપીને 61 પાર્સલની તસ્કરી કરીને પલાયન થઇ ગઇ હતી. શામળાજી ગોધરા હાઇવે પર બનેલા આ બનાવથી ખળભળાટ મથી જવા પામ્યો હતો. આ અંગે રાજનારાયણ મહાવીર મિશ્રા રહે. અવનપાર્ક ઢોયાલી મહારાષ્ટ્રનાએ મોડાસાના રૂરલ પોલીસ મેદાનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...