તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તર પ્રદેશથી યુવક મજુરી કામ અર્થ આવ્યો હતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાનાચારણવાડા ગામે મંગળવારે વહેલી સવારે પાણી પુરવઠાના પંપરૂમના ધાબા ઉપર ગળે ફાંસો ખાધેલી મૃત હાલતમાં ઉત્તર પ્રદેશના યુવાનનની લાશ મળી આવતાં પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આત્મહત્યા કેમ કરી તેની જાણકારી મળી નથી.

મોડાસાના ચારણવાડા ગામે પાણી પુરવઠાના પંપરૂમના ધાબા ઉપર ગળે ફાસો ખાધેલી હાલતમાં હુક સાથે લટકી પડ્યો હોવાની માહિતિ મળતાં મોડાસા રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને લાશનો કબજો લઇ આગળની કાર્યવાહે હાથ ધરી હતી. મૂળ ઉત્તર પ્રદેશના ભરેડીયા (તા. તાડા, આંબેટનગર ઉત્તર પ્રદેશ)નો રહેવાસી અને કિશનકુમાર રામશંકર રાજભરા (ઉં.વ. 25) મજુરી કામ કરતો હતો. તેણે રવિવારની રાત્રી દરમિયાન યુવકે કોઇ અગમ્ય કારણે પાણી-પુરવઠાના પંપરૂમમાં ધાબા ઉપર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ચારણવાડા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. રાજકુમાર મણીલાલ રાજભર (રહે.ઉત્તર પ્રદેશ)નાએ પોલીસને જાણ કરતાં પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ કરવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...