• Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • જર્જરિત મકાનમાં ચાલતો વહીવટ, નવું મકાન બનાવવા અગાઉ દરખાસ્ત કરાઇ છે

જર્જરિત મકાનમાં ચાલતો વહીવટ, નવું મકાન બનાવવા અગાઉ દરખાસ્ત કરાઇ છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાતાલુકાના ઓલીંભો ગ્રામપંચાયતનું 55 વર્ષ પહેલા નિર્માણ પામેલ મકાન હાલ સંપૂર્ણ જર્જરિત હાલતમાં છે. મકાનમાં પંચાયતના સત્તાધીશો જીવના જોખમે ગામનો વહીવટ ચલાવી રહ્યા છે. ગ્રામ પંચાયતનું મકાન ઉતારી લેવા અને નવું બનાવવા 2015ના વર્ષમાં દરખાસ્ત કરેલ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય પગલાં ના લેવાતા જિલ્લામાં સતત વરસતા વરસાદમાં જર્જરિત ગ્રામ પંચાયતના મકાનના આગળના ભાગની છત ધડાકાભેર અવાજ સાથે તૂટી પડતા ગામ લોકો દોડી આવ્યા હતા. સદ્નસીબે સાંજનો સમય હોવાથી પંચાયત કચેરી બંધ હોવાથી જાનહાની ટળી હતી.આજ મકાનના ઉપરના મજલા પર ધી.સાબરકાંઠા ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લી. ની પણ શાખા ચાલતી હોવાથી જો જર્જરિત મકાનની છત કામકાજના ચાલુ સમયમાં પડી હોત તો ગ્રામજનો ભોગ બનત તેમ ગ્રામજનો જણાવ્યું હતું.

ઓલીંભો ગામના સરપંચ હિતેન્દ્ર જોશીના જણાવ્યા અનુસાર 2015માં ગ્રામ પંચાયતના નવીન મકાન માટે અગાઉના સરપંચ અને સત્તાધીશો દ્વારા નવીન મકાન બનાવવા દરખાસ્ત મોકલી આપવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ના થતા વરસાદી માહોલમાં જર્જરિત મકાનની છત તૂટી ગઈ હતી.

મકાનનું જવાબદારતંત્ર દ્વારા સર્વે કરી નવીન મકાન બનાવવામાં આવે તે ખુબ જરૂરી છે અને અતિ જર્જરિત મકાન આગામી સમયમાં નિર્દોષ ગામ લોકો અને ગ્રામ પંચાયત ના સત્તાધીશો અને કર્મચારીઓ માટે આફતરૂપી બને તો નવાઈ નહિ.

લીંભોઈ પંચાયતના મકાનની વરસાદના કારણે છત તૂટી -તસવીર-હાર્દિક શાહ

અન્ય સમાચારો પણ છે...