તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • 12 વર્ષે ગણોતધારાનું ભૂત ધૂણ્યું: મોડાસાના સેંકડો બાંધકામો રાતોરાત ગેરકાયદે થઇ ગયા

12 વર્ષે ગણોતધારાનું ભૂત ધૂણ્યું: મોડાસાના સેંકડો બાંધકામો રાતોરાત ગેરકાયદે થઇ ગયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાનામાલપુર રોડ પર આવેલા સર્વે નં. 486(ક)માં કેટલાય શોપિંગ વેપાર-ધંધાથી ધમધમી રહયા છે. આજ સર્વે નંબરમાં દસ વર્ષ અગાઉ બંધાયેલા ફલેટ અને રેસીડેન્શીયલ વિસ્તારમાં કેટલાય પરિવારો ઘરના ઘરમાં સુખચેનથી જીવન વિતાવી રહયા છે. ત્યારે સર્વે નંબરનો બિનખેતી હુકમ 12 વર્ષે રાજય મહેસુલ વિભાગ દ્વારા રદ કરાતાં ખળભળાટ મચી ગયો છે.

મોડાસાના માલપુર રોડ પરના રે.સ.નં. 486 પૈકીની સર્વે નં. 486(ક)ની 20409 ચો.મી. જમીન સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા તા. 8-5-2003ના રોજ હુકમ નં. એલએનડી/બી.એ./એસ.આર/30/2003 હેઠળ બિનખેતી કરાઇ હતી.

સર્વે નં. 486(ક)ના બિનખેતી હુકમ સામે ...અનુસંધાનપાન-8

અરજદારચંદુલાલ રણછોડદાસ સુરાના વારસદારોએ મહેસુલ વિભાગ (વિવાદ)ના સચિવને કરેલ રજૂઆતમાં જણાવ્યા મુજબ, સર્વે નંબરની જમીન જૂની શરત તેમજ બિનખેતીમાં ફેરવવા સામે કે હેતુફેર કરવા અમે કલેકટરને જેતે સમયે વાંધા અરજી આપી હતી. બિન ખેતીના હુકમ અમારી વડીલોપાર્જીત જમીનના હક-હિત ઉપર તરાપ મારનારી હોઇ પડકારવાની ફરજ પડી છે. અરજદારોના જણાવ્યા મુજબ, મોડાસામાં ગણોતધારો લાગુ પડતો હોવા છતાં સર્વે નંબરની એકર 8-08 ગુંઠા જમીન પ્રતિવાદીઓના નામે કરી દેવાઇ છે. સર્વે નંબર હેઠળની જમીન 30 વર્ષોથી પડતર હોવા છતાં સરકારી મંજૂરી વગર નવી શરતની જમીન તબદીલ કરી દઇ વર્ષ 12-10-76થી ખેતી તરીકે ઉપયોગ થતો હોવા છતાં પટેલ શામજીભાઇ લધ્ધાભાઇના વારસદારો અને શ્યામ ડેવલોપર્સના નામે કરી બિનખેતીનો હુકમ કરાયો છે. જે હુકમ વિવાદગ્રસ્ત છે.

અરજદારોએ ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ 1879ની કલમ 211 હેઠળ 8-5-2003ના એનએ ઓર્ડર વિશે તા.25-11- 2003ના રોજ ફેરતપાસ અને મનાઇ અરજી દાખલ કરી હતી. કેસની સુનાવણી તા.1-6-2011થી શરૂ કરી તા.5-11- 2014ના રોજ કેસ ઠરાવ ઉપર લેવાતાં મહેસુલ વિભાગ (વિવાદ)ના સચિવ વિનય વ્યાસાએ આખો બિનખેતીનો હુકમ ક્ષતિયુક્ત હોઇ રદ કરવા અને ફેરતપાસ કરી નિર્ણય કરવા કલેકટર સાબરકાંઠાને રિમાઇન્ડ કર્યો હતો.

સર્વે નંબરમાં મોટાપાયે રહેઠાણ વિસ્તાર અને કોમર્શિયલ શોપિંગ તૈયાર કરી દેવાયેલા છે, ત્યારે હુકમથી રહીશો અને વેપારીઓમાં ચિંતા પ્રસરી છે.

6 નંબરના હક્કપત્રકમાં નોંધ પડાઇ

મહેલુસ સચિવના હુકમ નંબરના આધાર. સર્વે નંબર 486 (ક)ની 20409 ચો.મી. ક્ષેત્રફળવાળી મિલકતનો એનએ ઓર્ડર ક્ષતિયુક્ત હોઇ રદ કરાયા બાદ ગામ નમૂના નંબર-6 ના હક્કપત્રકમાં તા.1/4/2015ના નોંધ નિર્ણયના આધારે તા.2/4/15ના રોજ જરૂરી નોંધની કાર્યવાહી મોડાસા જનસેવા કેન્દ્રમાં હાથ ધરાઇ હતી.

પાડાના વાંકે પખાલીને ડામ | જવાબદાર બિલ્ડર, અધિકારીઓ સામે પગલાં ભરો

વિવાદગ્રસ્તસર્વેનંબરના કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા વેપારી રવિન્દ્રભાઇ પટેલના જણાવ્યા મુજબ, જે-તે સમયે સરકારી કાયદાનો ભંગ કરનાર જવાબદાર બિલ્ડર અને ક્ષતિયુકત એનએ હુકમ કરનાર અધિકારીને જવાબદાર ઠેરવી પગલાં ભરવા જોઇએ. મહેસુલ વિભાગના હુકમ સામે રહીશો અને વેપારીઓ જરૂરી પડે કોર્ટના દ્વાર ખખડાવશે.

2003માં સાબરકાંઠા કલેકટરે આપેલો એનએ હુકમ ક્ષતિગ્રસ્ત દર્શાવ્યો

રિમાઇન્ડ હુકમ ચકાસણી બાદ પુન: કરી શકાય

નગરપાલિકાનાઇજનેરદેવાંગભાઇ સોનીના જણાવ્યા મુજબ, મહેસુલ સચિવના આદેશ મુજબ સર્વે નં.486 (ક)ની 20409 ચો.મી.જમીનનો એનએ હુકમ રદ કરાયો છે. હુકમ જિલ્લા કલેકટરને ફેરતપાસ કરી નિર્ણય કરવા રિમાઇન્ડ કરાયો છે. પ્રકરણે ચકાસણી કરી પુન: હુકમ કરી શકાય.

12 વર્ષે બિનખેતીનો હુકમ રદ કરાયો તે જગ્યા પર મોટી બિલ્ડીંગો અને રહેઠાણ વિસ્તાર ઉભો કરાયો છે. /રાકેશ પટેલ

આક્રોશ | મોકાના સર્વે નં.486 (ક) નો બિનખેતીનો હુકમ વર્ષો બાદ રદ કરાયો

અન્ય સમાચારો પણ છે...