તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • અરવલ્લી જિલ્લામાં 113 પોલીસો ફાળવાયા,છતાં 309ની ઘટ રહેશે

અરવલ્લી જિલ્લામાં 113 પોલીસો ફાળવાયા,છતાં 309ની ઘટ રહેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરચિતઅરવલ્લી જિલ્લામાં નવનિયુક્ત 93 પોલીસ જવાનોની નિમણૂંક કરાતાં સ્ટાફ ઘટની સમસ્યા હળવી બનશે.

જિલ્લા પોલીસ વિભાગમાં મંજૂર મહેકમની 908 પોલીસની જગા સામે 422 જગા ખાલી હોઇ ફરજ ઉપરના કર્મીઓ ઉપર કામકાજનું દબાણ વર્તાઇ રહયું હતું. રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા સરહદી જિલ્લામાં ઘટ પૂરી કરવા હાથ ધરાયેલ રજૂઆત બાદ જિલ્લામાં નવનિયુક્ત 113 પોલીસ જવાનોની નિમણૂંક કરાઇ હતી. જરૂરી તાલીમ પૂર્ણ કરી આર્મડના 20 લેડીઝ કોન્સ્ટેબલ અને 35 પોલીસ જવાનો તેમજ 35 અનઆર્મડ પોલીસ કર્મીઓ હેડ કવાર્ટસ ખાતે હાજર થતાં પોલીસ અધિક્ષક કચેરી દ્વારા ફરજ સોંપણીની કામગીરી હાથ ધરાઇ હતી. જિલ્લા પોલીસ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ કર્મીઓના મંજૂર મહેકમ 908 સામે અગાઉ 486 કર્મીઓનું મહેકમ ભરાયેલું હતું. જયારે વધારાનું 113 પોલીસ કોન્સ્ટેબલોનું ફોર્સ ફાળવાતાં ઘટ અોછી થશે. રવિવારે 93 પોલીસ કર્મીઓ હાજર થઇ ફરજમાં જોડાયા હતા. જયારે આગામી દિવસોમાં વધુ 40 જવાનો ફરજ ઉપર હાજર થનાર છે.

પોલીસદળ વધતાં ગુનાનું પ્રમાણ ઘટશે : એસપી

જિલ્લાપોલીસવડા કે.એન.ડામોરે જણાવ્યું કે, જિલ્લામાં પોલીસ ફોર્સ વધતાં ક્રાઇમ રેટ ઘટશે અને નોંધાયેલા ગુના ઉકેલવામાં ઝડપ આવશે. જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાઇમ વધુ હશે તેવા પોલીસ સ્ટેશનોમાં તેમજ હેડ કર્વાટર ખાતે તેમને ફરજ સોંપાશે.

મંજૂર મહેકમ 908 સામે 422 જગ્યા ખાલી હતી

અન્ય સમાચારો પણ છે...