તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • છોકરીને ભગાડી જવાની અદાવતમાં યુવકને ઉઠાવી જઇ માર માર્યો,ફરિયાદ

છોકરીને ભગાડી જવાની અદાવતમાં યુવકને ઉઠાવી જઇ માર માર્યો,ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાનગરના માલપુર રોડ ઉપર આવેલ કોર્ટ આગળથી યુવકને રીક્ષામાં ઉઠાવી જઇ ગળદાપાટુનો માર મારીજાનથી મારી નાખવાની ધમકી અપાતાં ટાઉન પોલીસે ચાર આરોપીઓ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તાલુકાના દધાલીયા ગામના દિલીપભાઇ વણકર ગત સોમવારના રોજ મોડાસા ખાતેની કોર્ટમાં કામસારૂ આવ્યા હતા. યુવક કોર્ટની બહાર નીકળ્યો ત્યારે બહાર ઉભેલા ચાર શખ્શો તેને ઘેરી વળ્યા હતા અને અમારા સંબંધીની છોકરીને કેમ ભગાડી લઇ ગયો હતો તેમ કહી ગાળો બોલી ચારેય શખ્શોએ દીલીપભાઇ વણકર ને બળજબરી પૂર્વક રીક્ષામાં નાખી તેને ઉઠાવી ગયા હતા અને ચાલુ રીક્ષામાં શખ્શોએ ગળદાપાટુનો મુઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેને રસ્તામાં છોડી દીધો હતો. અપહરણ કરી માર મરાતાં દલીધાયા ગામના યુવક દિલીપભાઇ રમણભાઇ વણકર ના ઓએ ચારેય શખ્શો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતાં ટાઉન પોલીસ ઇન્સ્પેકટર એસ.જે.મોદી આરોપી રામાભાઇ પમાભાઇ વણકર રહે.દાવલી, વિનુભાઇ વિરાભાઇ વણકર રહે.કુણોલ, વીરાભાઇ રામાભાઇ વણકર અને વિનોદભાઇ નાનજીભાઇ વણકર બંને રહે.સરડોઇ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...