તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • કરિયાણાની દુકાનમાંથી રોકડ અગત્યના કાગળો લઇ ફરાર

કરિયાણાની દુકાનમાંથી રોકડ અગત્યના કાગળો લઇ ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરજના વડથલી ગામનો બનાવ

મેઘરજતાલુકાના વડથલી ગામના માંગીલાલ લાલજીભાઇ કલાલ કરિયાણાની દુકાન ધરાવે છે. દુકાનમાં મંગળવારના રોજ સવારે નંબર વગરની એક બાઇક પર બે ઇસમો આવ્યા હતા.જેમાં ઇસમે મોંઢુ બાધ્યું હતું.આ બે ઇસમોએ દુકાનપર અાવીને દુકાનના માલિક પાસે રૂપિયા આપીને પડીકું માંગતાં દુકાન માલિક પડીકું લેવા દુકાામાં ગયાં તે અરસામાં બાઇક પર આવેલા બે ઇસમો દુકાનના વેપાર વકરાની રોકડ રકમ સહિત ગલ્લો પણ ઉઠાવી ગયાં હતાં.જેમાં વેપારના રૂ|-3000 હજાર અને રૂ|- 600ાી કિંમતના ચાંદીના બે સિક્કા તેમજ અગત્યના કાગળો સહિત રૂ|-3600ની લુંટ કરી રફુચક્કર થઇ ગયાં હતાં.

જેથી દુકાનના માલિક માંગીલાલ લાલજીભાઇ કલાલ ગુરૂવારના રોજ પોલીસ ફરિયાદ નોંધાવવા જતાં પોલીસે રીઢા ગુનેગનરોના ફોટા બતાવતાં દુકાન માલિકે લુંટના આરોપીને ઓળખી બતાંવતાં આરોપી ચાઇના ઉર્ફે નૈનેશ હોવાનું ઇસરી પોલીસે આરોપી ચાઇના ઉર્ફે નૈનેશ ઉર્ફે પપ્પુ ચીમનભાઇ ઉર્ફે સીમાજી મોડીયા રહે.દધાલીયા તા.મોડાસા તેમજ અન્ય એક ઇસમ સામે લુંટનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...