તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • સીસોદરા(અ) ગામના ખાંટ ફળિયામાં રહેતા રસિકભાઇ ખાંટ પોતાનું નવું

સીસોદરા(અ) ગામના ખાંટ ફળિયામાં રહેતા રસિકભાઇ ખાંટ પોતાનું નવું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સીસોદરા(અ) ગામના ખાંટ ફળિયામાં રહેતા રસિકભાઇ ખાંટ પોતાનું નવું મકાન બનાવી રહ્યા હોવાથી સિમેન્ટના ગચીયાથી બનાવેલા ઘરની દિવાલોનું ચણતર ચાલુ હતું .પરંતુ કામમાં વરસાદના લીધે વિઘ્ન ઉભુ થયું હતું.વરસાદથી બચવા ઘર ઉપર પ્લાસ્ટીકની તાડપત્રી નાખી રસિકભાઇ પોતાના પરિવાર સાથે ઘરમાં સૂઇ રહ્યા હતાં. તે દરમિયાન અચાનક વરસાદના લીધે દિવાલ ધસી પડતાં દિવાલની બાજુમાં સૂઇ રહેલા રસિકભાઇ ઉપર દિવાલના ગચીયા પડતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતાં.જેથી તેઓને સારવાર અર્થે મેઘરજ ની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને શરીરે વધુ ઇજાઓ જણાતાં મોડાસા લઇ જવાયાં હતાં. જ્યાં હાજર તબીબે રસિકભાઇ કાંતિભાઇ ખાંટ (ઉ.વ. 35) ને મૃત જાહેર કરતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...