તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • અરવલ્લીના 5000 વિદ્યાર્થીઓએ ઇસરોનું અંતરીક્ષ પ્રદર્શન માણ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લીના 5000 વિદ્યાર્થીઓએ ઇસરોનું અંતરીક્ષ પ્રદર્શન માણ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાકોલેજ કેમ્પસમાં વિક્રમ સમારાભાઇ અંતરિક્ષ પ્રદર્શનીમાં જીલ્લાના કિશોર વિજ્ઞાનીઓનું ઘોડાપુર ઉમટયું હતું. સવારથી બોલુન્દ્રા સંસ્કૃત પાઠશાળના ઋષિકુમારોએ વેદોની ઋચા અને શ્લોક ગાન થી પ્રારંભ કરી, વિજ્ઞાનની આંખને સંસ્કૃતિ સાથે સમંન્વય કરી મંગળ મિશનોની વાતો સાથે મંગળ શરૂઆત કરી હતી. જીલ્લા કલેકટર શાલીની અગ્રવાલે, અરવલ્લી જીલ્લાના વહીવટી અધિકારીઓની ટીમ સાથે, પ્રદર્શનની વિશેષ મુલાકાત લઇ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

ઇસરોના વૈજ્ઞાનિકોએ ઇસરોની સેવા અને ઇતિહાસની છણાવટ કરી હતી. મુલાકાત દરમ્યાન મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી, ઉપપ્રમુખ મહેન્દ્રભાઇ વી.શાહ, મંત્રી ર્ડા.ઘનશ્યામભાઇ શાહ, જાણીતા શિક્ષણવિદ કનુભાઇ પટેલ હાજર રહયા હતા. અંતરિક્ષ પ્રદર્શની નિહાળવા આવનાર 5000 વિદ્યાર્થીઓનો ઉત્સાહ અરવલ્લીના વિદ્યાર્થીનો વિજ્ઞાન પ્રત્યેનો લગાવ પ્રદર્શિત કરતો હોવાનું સાયન્સ કોલેજના પ્રાધ્યાપક વેકરીયાએ જણાવ્યું હતું.

મોડાસા ખાતે દુર્લભ એવી અંતરીક્ષ પ્રદર્શની યોજાતાં હજારો વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા. તસ્વીર-રાકેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો