તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • મોડાસાની બ્રહ્મર્ષિ ક્રેડીટ સોસાયટીમાં 5 ડિરેકટરોની બિનહરીફ વરણી થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાની બ્રહ્મર્ષિ ક્રેડીટ સોસાયટીમાં 5 ડિરેકટરોની બિનહરીફ વરણી થઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાખાતેની બ્રહ્મર્ષિ કો-ઓપરેટીવ ક્રેડીડ સોસાયટી લી. ની ખાલી પડેલ પાંચ ડીરેકટરોની બેઠક માટે માત્ર પાંચ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતાં પાંચ ડીરેકટરોને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.

નગરમાં બેન્કીંગ સેવાઓ સાથે જોડાયેલ બ્રહ્મર્ષિ ક્રેડીટ સોસાયટીમાં વારા પ્રમાણે પાંચ ડીરેકટરોની મુદ્દત પુરી થતાં ચુંટણી જાહેર કરાઇ હતી. બોર્ડ ઓફ ડીરેકટર્સના 15 ડીરેકટરો પૈકી ખાલી પડેલ પાંચ ડીરેકટરોની જગા માટે 30 જુનના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતું. 2153 સભાસદો ધરાવતી ક્રેડીટ સોસાયટીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15-7-16 ઠરાવી 24મી જુલાઇના રોજ ચુંટણી યોજવામાં આવનાર હતી પરંતુ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે માત્ર પાંચ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજુ કર્યા હતા. ફોર્મ ચકાસણીના અંતે ચુંટણી અધિકારી વિજયભાઇ પંડયા(એડવોકેટ) અને મદદનીશ અધિકારી સચિન દેરાસરી દ્વારા ઉમેદવારી ફોર્મ માન્ય કરાતાં ઉમેદવારી કરનાર પાંચેય ઉમેદવાર ચંદ્રકાન્તભાઇ ઉપાધ્યાય, શશીકાન્ત ભટ્ટ, નરહરીપ્રસાદ જોષી, નાનાલાલ ઉપાધ્યાય અને જનકકુમાર જોષીને બિનહરીફ ચુંટાયેલ જાહેર કરાયા હતા. સમરસ થયેલ ચુંટણીથી સભાસદોમાં રાહતની લાગણી વર્તાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો