તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મહેસાણા, પાટણ અને પાલનપુરમાં પણ કોંગ્રેસનું ચક્કાજામ : 82 કાર્યકરો ડિટેઇન

મહેસાણા, પાટણ અને પાલનપુરમાં પણ કોંગ્રેસનું ચક્કાજામ : 82 કાર્યકરો ડિટેઇન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાં શાકભાજી ફેંકાયા, કેન્દ્ર સરકારના છાજીયા લેવાયા


સાબરકાંઠાઅને અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા નોટબંધીના કારણે પડતી હાલાકીના વિરોધમાં રસ્તા રોકો આંદોલન કર્યું હતું. જેના કારણે ધમાચકડી મચી ગઇ હતી.

મહેસાણાના મોઢેરા રોડ, મોટીદાઉ, ભાન્ડુ, ઉનાવા સહિતના માર્ગો પર ચક્કાજામ કરી ટાયર સળગાવી ચક્કાજામ કરાયો હતો. પોલીસે 34 આગેવાનોની અટકાયત કરી હતી. પાટણ શહેરમાં બસ સ્ટેશન, આદર્શ વિધાલય અને ઊંઝા ત્રણ રસ્તા પર એસટી રોકવાના પ્રયાસો કરાતાં પોલીસે 28 કાર્યકરોની અટકાયત કરી હતી. પાટણ ડેપોમાં બસો રોકતાં એન્જીનીયરીંગના છાત્રોને પરીક્ષા હોવાથી છાત્રો અને મુસાફરોએ વિરોધ કરતાં શાબ્દિક ટપાટપી હતી.

પાલનપુર શહેરમાં પથિકાશ્રમ પાસે રોડ ઉપર શાકભાજી ફેંકીને એક કલાક સુધી બસ અને વાહનો રોકી ચક્કાજામ કરાયો હતો.

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં રેલી, પ્રદર્શન યોજી બસ રોકો આંદોલન કરાયું હતું. તસવીર- ભાસ્કર

મોડાસા ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા રાણાસૈયદ ચોકડી પર એસટી બસ રોકો આંદોલન કરી ચક્કાજામ કરાયો હતો. તસવીર- રાકેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...