તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • મોડાસાની રાણાસૈયદ ચોકડી નજીક એસટી બસો અટકાવાતાં ધમાચકડી

મોડાસાની રાણાસૈયદ ચોકડી નજીક એસટી બસો અટકાવાતાં ધમાચકડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લીજિલ્લા કોંગ્રેસ દ્વારા પણ બસ રોકો આંદોલન કરાયું હતું. મોડાસાની રાણાસૈયદ ચોકડી પર એસટી બસો અટકાવી ચક્કાજામ કર્યો હતો. જયારે એસટી સ્ટેન્ડ આગળ બસો રોકતાં પોલીસે 35 કાર્યકરોની અટકાયત કરી હતી. ધનસુરા, મેઘરજ અને બાયડ ખાતે પણ બસરોકો આંદોલન કરાયું હતું.

જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે સવારે એસટી બસ રોકો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારની રાહબરી હેઠળ 50થી વધુ કાર્યકરોએ બાયપાસ માર્ગની રાણાસૈયદ ચોકડી પર માર્ગ ઉપર બેસી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક કાર્યકરો માર્ગ ઉપર સૂઇ જતાં પસાર થતો વાહન વ્યવહાર અટવાયો હતો અને ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી. હોબાળાના પગલે સ્થળ ઉપરની પોલીસે માર્ગ ઉપરથી કાર્યકરોને હટાવતાં એક કલાક બાદ વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો હતો. જયારે રાણાસૈયદથી મોડાસા એસટી સ્ટેન્ડે પહોંચેલા કાર્યકરોએ ડેપોમાંથી બહાર નીકળતી બસોને રોકતાં પીઆઇ એન.કે.રબારીએ 35 કાર્યકરોની અટકાયત કરી હતી.

બાયડમાં વિરોધ પ્રદર્શન કરતાં 50ની અટકાયત

બાયડ | બાયડબસ સ્ટેશન વિસ્તારમાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા નોટબંધી મામલે સૂત્રોચ્ચાર સહિત દેખાવો કરી ચક્કાજામની સ્થિતિ સર્જી હતી. જેને પગલે દોડી આવેલી પોલીસે 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. કાર્યક્રમમાં અગ્રણી યુશુફભાઇ શેખ, અદેસિંહ ચૌહાણ સહિત આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...