તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • અરવલ્લીની હાઇપ્રોફાઇલ બની ગયેલી બાયડ બેઠક પર ચૂંટણી લડવા માટે

અરવલ્લીની હાઇપ્રોફાઇલ બની ગયેલી બાયડ બેઠક પર ચૂંટણી લડવા માટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લીની હાઇપ્રોફાઇલ બની ગયેલી બાયડ બેઠક પર ચૂંટણી લડવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડે ટેલીફોનીક સંપર્ક દ્વારા બાયડના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રસિંહ ઝાલાના પુત્ર અને ઠાકોર સેનાના આગેવાન ધવલસિંહ ઝાલાને ફોર્મ ભરવા માટે સુચના અપાઇ હતી. મોડાસા વિધાનસભા બેઠક પર રાજેન્દ્રસિંહ ઠાકોરને રિપીટ કરી કોંગ્રેસે ફોર્મ ભરવા ટેલીફોન પર જણાવ્યું છે. ફોર્મ ભરવા તૈયારી શરૂ કરી દીધી છે. ટેલીફોનીક સુચના હાઇકમાન્ડ દ્વારા અપાઇ હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે સમર્થન આપ્યું હતું. જ્યારે પ્રાંતિજ- તલોદના ઉમેદવાર તરીકે મહેન્દ્રસિંહ બારૈયાના નામની જાહેરાત કરવામાં આવી હતી અને ફરી ટિકિટ આપવામાં આવી છે અને ખેડબ્રહ્મા બેઠક પર અશ્વિન કોટવાલને પણ હાઇકમાન્ડ દ્વારા ટેલીફોનીક સૂચના આપવામાં આવી છે.

બાયડ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારની પસંદગી માટે છેલ્લા કેટલાય સમયથી કોકડું ગુંચવાયુ હતુ. ઉમેદવારી ફોર્મ ભરવાનો માત્ર એક દિવસ આડો છે. રવિવારે બપોરે બાયડના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રસિંહ ઝાલાના પુત્ર અને ઠાકોર સેનાના આગેવાન અને સામાજીક કાર્યકર ધવલસિંહ ઝાલાને સોમવારે ફોર્મ ભરવા માટે તૈયારી કરી દેવા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા ટેલીફોનીક સુચના અપાઇ હોવાનું જાણવા મળ્યું છે.

મોડાસા વિધાનસભા બેઠક માટે પણ કોંગ્રેસે રાજેન્દ્રસિંહ ઠાકોર ઉપર પસંદગી ઉતારી તેમને રિપીટ કર્યા છે. હાઇકમાન્ડ દ્વારા રાજેન્દ્રસિંહ ઠાકોરને ફરીથી મેદાનમાં ઉતારતાં તેમણે ચૂંટણી લડવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને સોમવારે નામાંકન પત્ર ભરવા માટે તેમને પણ ટેલીફોનીક સુચના અપાઇ હોવાનું જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર જણાવ્યું કે, માત્ર ટેલીફોન ઉપર સુચના અપાઇ છે. પરંતુ હજુ સત્તાવાર યાદી અથવા મેન્ડેટ મારી સુધી પહોચ્યા નથી.

જ્યારે સાબરકાંઠાની ચાર બેઠકમાંથી પ્રાંતિજ- તલોદના કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તેમના કામ તથા લોક ચાહનાને લઇને ફરી રિપીટ કરવામાં આવ્યાં છે. તેમનંુ નામ જાહેર થતાં કોંગ્રેસના કાર્યકરો સમર્થકો સગાસંબંધીઓ સહિત લોકો તેમના ઘરે ઉમટી પડ્યા હતાં અને ભાખરીયા બસ સ્ટેશન ખાતે ફટાકડાં ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો. તો ખેડબ્રહ્માની બેઠક માટે અશ્વિન કોટવાલને હાઇકમાન્ડ દ્વારા ફોર્મ ભરવા તૈયાર રહેવા જણાવ્યું છેે. હિંમતનગરની બેઠક માટે મહદ્અંશે કમલેશ પટેલનું નામ ફાઇનલ થઇ ગયુ છે અને સોમવારે તેઓ ફોર્મ ભરશે.આ બાબતે કમલેશભાઇ પટેલને પૂછતા તેમણે જણાવ્યંુ કે, મને તૈયાર રહેવા જણાવાયુ છે. પરંતુ આજે સાંજે સાડા સાત સુધી વિધિવત જાણ કરવામાં આવી નથી.સાબરકાંઠાની ઇડર બેઠક પર હજુપણ કોઇ નામ જાહેર કરાતા અનેક તર્કવિતર્ક ભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...