તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • મહાદેવગ્રામે સરકારી પડતર જમીન અન્યને ફાળવી દેવાતા વિરોધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાદેવગ્રામે સરકારી પડતર જમીન અન્યને ફાળવી દેવાતા વિરોધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાતાલુકાના મહાદેવગ્રામ (બાકરોલ) ગામે સરકારી પડતર જમીન અન્ય ગામના ઇસમને ફાળવી હાથ ધરાયેલ સર્વે કામગીરી સામે ભારે વિરોધ પ્રગટ કરાયો હતો. ગામને તેમજ ગ્રામજનો માટે ઉપયોગી એવી જમીન બચાવી લેવા સક્રિય બનેલા ગ્રામજનોએ જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી યોગ્ય રજુઆત કરી હતી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ના સમાધિ મંદિરથી જીલ્લાભરમાં જાણીતા મહાદેવગ્રામ(બાકરોલ) ગામે આવેલ સરકારી નંબરવાળી જગા અન્ય ગામના ઇસમને ફાળવી દેવાતાં ગ્રામજનોમાં ભારે વિરોધ પેદા થયો હતો. ગ્રામજનોના રોષ ને વાચા આપવા ગ્રામ પંચાયતના સરપંચ દિનેશભાઇ પરમાર, કરણસિંહબાપુ સહિતના અગ્રણી ગ્રામજનોએ મોડાસા મામલતદારથી માંડી પ્રાંત અધિકારી અને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અન્યાય સામે વિરોધ નોંધાવ્યો હતો. કલેકટરને અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મહાદેવગ્રામ ગામે ગામતળ નહીવત છે. ત્યારે ગામતળને ઉપયોગી કેટલીક જમીન અન્ય ગામના ઇસમને ફાળવી, મોડાસા મામલતદાર દ્વારા હાથ ધરાયેલી સર્વેની કામગીરીનો ગ્રામજનો સખ્ત વિરોધ નોંધાવ્યો છે અને આવી અન્યાયી કાર્યવાહી સત્વરે બંધ કરવા અને જરૂર પડે ગ્રામજનોના હિતમાં ગાંધી ચીધ્યો માર્ગ અપનાવવા ની આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચારાઇ હતી. બુધવારના રોજ 61 અગ્રણી ગ્રામજનોની સહીવાળું આવેદનપત્ર લઇ જીલ્લા સેવાસદન ખાતે આવી પહોંચેલા સરપંચ સહિતના અગ્રણીઓ મોડાસા મામલતદાર, પ્રાંત અધિકારી અને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ દોહરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો