તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • એમએસસી કેમેસ્ટ્રીમાં ખાલી બેઠકો પર આજે પ્રવેશ અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એમએસસી કેમેસ્ટ્રીમાં ખાલી બેઠકો પર આજે પ્રવેશ અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ચાલતા એમએસસી કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટમાં 10 બેઠકો વધારીને કુલ 19 ખાલી બેઠકો માટે કરાયેલ પ્રવેશ પ્રક્રિયામાં 69 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. વિદ્યાર્થીઓની મેરિટ યાદી મંગળવારે ડીપાર્ટમેન્ટના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવી હતી. હવે ગુરુવારે સવારે 11 વાગ્યે મેરિટબેઝ વિદ્યાર્થી પ્રવેશ આપવામાં આવશે.

યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટમાં ગ્રાન્ટેડ 5 અને સેલ્ફ ફાઇનાન્સ 10 મળી ખાલી 15 બેઠકો માટે આવેલ 69 વિદ્યાર્થીઓના મેરિટનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતુ અને જરૂરી ડોક્યુમેન્ટ તેમજ નિયત ફી સાથે સવારે 11 વાગ્યે મેરિટ મુજબ મર્યાદીત બેઠકમાં પ્રવેશ ફાળવવામાં આવનાર છે.

કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ ર્ડા.જે.જે. વોરાએ જણાવ્યું કે, વેબસાઇટ પર ખાલી બેઠકો અને કાર્યક્રમ સુચવાયેલો છે, તે મુજબ તા.8મીએ ડીપાર્ટમેન્ટના પ્રવેશ થશે. જ્યારે પાલનપુર, મોડાસા, તલોદ અને પીલવાઇ કોલેજની ખાલી 29 બેઠક પર તા.9મીએ પ્રવેશ યોજાશે.

જોકે મેરિટયાદી વેબસાઇટ પર મૂકાતા પાટણ બહારના ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને મેરિટ યાદી અને સુચના જાણવા માટે યુનિવર્સિટી સુધી આંટો લગાવવો પડ્યો હતો. જેને લઇ નારાજગી વ્યાપી હતી.

પાલનપુર, મોડાસા, તલોદ અને પીલવાઇ કોલેજમાં શુક્રવારે પ્રવેશ કાર્યવાહી યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો