તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • મોડાસાના ડીપ વિસ્તારમાં દુકાનનું દબાણ તોડી પડાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાના ડીપ વિસ્તારમાં દુકાનનું દબાણ તોડી પડાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાનગરના ડીપ વિસ્તારમાં આવેલ આકાર કોમ્પ્લેક્ષની એક દુકાનનું ગેરકાયદેસર બાંધકામ પાલીકા દ્વારા તોડી પડાતાં દબાણકારો ફફડી ઉઠયા હતા.

શિવ શક્તિ જનરલ સ્ટોર્સ નામની દુકાનના માલીક દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ ઉપર નગરપાલીકા દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું હતું.નગરપાલીકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલના આદેશ બાદ સેનેટરી વિભાગના ઇન્સ્પેકટર સુનીલ પુરોહિત સહિતની ટીમ દ્વારા મંગળવારની સાંજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાતાં લોકોના ટોળા ઉભરાયા હતા. સેનેટરી ઇન્સ્પેકટર ના જણાવ્યા મુજબ દુકાનદાર ભોગીલાલ ડાહ્યાલાલ સગર દ્વારા દુકાન નં. 8 ની આગળ દિવાલ ચણી પતરાં-જાળી નાખી દબાણ ઉભું કરાતા પાલીકા દ્વારા દુકાનદારને નોટીસ ફટકારાઇ હતી.

દુકાનદાર દ્વારા મુદ્દે કોર્ટમાં કેસ કરાતાં અને નામદાર કોર્ટે દુકાનદાર વિરૂધ્ધ ચુકાદો આપતાં દબાણ દૂર કરાયું હતું. નગરપાલીકાની કાર્યવાહીથી વિસ્તારના અન્ય દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો