તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Modasa
 • સરડોઇ હાઇસ્કૂલમાં છત પરથી પોપડા પડતાં પાંચ છાત્રોને ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરડોઇ હાઇસ્કૂલમાં છત પરથી પોપડા પડતાં પાંચ છાત્રોને ઇજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાતાલુકાના સરડોઇ ગામની હાઇસ્કૂલમાં ચાલુ શાળાએ ધો.8ના વર્ગ ખંડમાં અચાનક છત ઉપરથી પોપડા પડતાં વિદ્યાર્થીઓને ઓછા-વત્તા પ્રમાણમાં માથામાં ઇજાઓ થવા પામી હતી.

સરડોઇ ગામની એ.એમ.શાહ હાઇસ્કુલમાં ચાલુ શાળાએ સવારે 12.45 કલાકે ધો.8ના વર્ગખંડમાં અચાનક છત ઉપરથી પોપડા પડતાં પાંચ વિદ્યાર્થીઓના માથા ઉપર ઓછા-વત્તા પ્રમાણમાં ઇજાઓ થવા પામી હતી. વર્ગ શિક્ષકની સમય સૂચકતાથી વિદ્યાર્થીઓ ને તાત્કાલીક વર્ગખંડની બહાર ખસેડાતાં વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. અંગે હાઇસ્કુલના આચાર્ય એસ.યુ.બામણીયાના જણાવ્યા મુજબ ઓણ સાલના અતિભારે વરસાદના કારણે વધુ ભેજવાળાં વાતાવરણના કારણે છતના પોપડા પડ્યા હોવાનું જણાય છે. જેમાં રહેવર મહાવીરસિંહ, ચૌહાણ કેવર, ડામોર સુરમલ, ભરવાડ ભાવેહ, ડામોર જીજ્ઞેહને ઇજાઓ થતાં શાળા પરીવાર દ્વારા મેઢાસણ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વાલીઓને સુપ્રત કર્યુ છે.

શાળાએ છત ઉપરથી પોપડા પડતાં વિદ્યાર્થીઓને ઓછા વત્તા પ્રમાણમાં માથામાં ઇજાઓ થઇ હતી.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો